વડોદરા : પવિત્ર નિજ શ્રાવણ માસ અંતર્ગત છેલ્લા શનિવારે શંકર ભગવાનના ૧૧માં રુદ્ર અવતાર એવા હનુમાનજીના વડોદરા શહેરના સુરસાગર સ્થિત આવેલ હઠીલા હનુમાન મંદિર ખાતે બિસ્કીટના હિંડોળા અને હઠીલા હનુમાનજી દાદાને સુવર્ણ વાધાના ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.

મંદિરના મહંત દીપેનવન ગોસ્વામીએ જણાવ્યું કે 72 વર્ષ બાદ શ્રાવણમાં 5 સોમવારનો સંયોગ અને નવ શુભ યોગમાં મહાદેવની પૂજાનું સવિશેષ મહત્ત્વ હોય છે સાથે સાથે શંકર ભગવાનના ૧૧માં રુદ્ર અવતાર એવા હનુમાનજીનું પણ પૂજા અર્ચના કરવાનો અનેરો મહિમા છે, પવિત્ર શ્રાવણ માસના આજે છેલ્લા શનિવારે શહેરના સુરસાગર કિનારે આવેલા શ્રી હઠીલા હનુમાનજી મંદિરે દિવ્ય સુવર્ણ વાઘા અને બિસ્કીટના હિંડોળા ડેકોરેશનનો મનોરથ યોજવામાં આવ્યો હતો.

અને દર શનિવારે અને મંગળવારે વિવિધ પ્રકારના શણગાર અને મનોરથનું આયોજન કરવામાં આવે છે, અને દર શનિવારે અને મંગળવારે સાંજે સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસા અને ભજન અને સાથે સાથે શ્રાવણ માસ દરમિયાન દરરોજ સાંજે રામ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે આજ સાંજે ભગવાન સત્નારાયણ ની કથા અને રાત્રે 8 કલાકે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે તો આપ સર્વે હરિભક્તોને મંદિરમાં હનુમાનજી મહારાજના દર્શન કરવા આમંત્રણ અપાયું છે.



Reporter: admin







