તેલંગાણા: રાજ્ય સરકારનાં મંત્રી કોન્ડા સુરેખાના આક્ષેપો પ્રમાણે ભારત રાષ્ટ્ર સમિતી (બીઆરએસ)ના પ્રમુખ કે.ટી. રામારાવે નાગાર્જુનને ધમકી આપી હતી કે, તેની પૂત્રવધૂ સામંથાને પોતાની પાસે નહીં મોકલે તો નાગાર્જુન બનાવેલું સેન્ટર તોડી પડાશે.
નાગાર્જુને સામંથાને કેટીઆર પાસે જવા કહ્યું પણ સામંથા તૈયાર નહોતી. સુરેખાએ કેટીઆર સામે બીજા પણ અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. સુરેખાના કહેવા પ્રમાણે, કેટીઆર ડ્રગ્સનો બંધાણી છે અને એક નંબરનો લફંગો છે. કેટીઆર હૈદરાબાદમાં ફિલ્મી હસ્તીઓ સહિતની સેલિબ્રિટીઝની રેવ પાર્ટીઓ કરે છે કે જેમાં તમામ પ્રકારના આડાઅવળા ધંધા થાય છે.નાગા ચૈતન્ય સામંથાને કેટીઆર પાસે જવા દબાણ કરતો હતો તેથી છેવટે સામંથાએ નાગા ચૈતન્યને ડિવોર્સ આપી દીધા. સુરેખાના કહેવા પ્રમાણે, કેટીઆર ડ્રગ્સનો બંધાણી છે અને સેલિબ્રિટીઝની રેવ પાર્ટીઓ કરે છે. આ રેવ પાર્ટીઓમાં આવતી એક્ટ્રેસના વાંધાજનક સ્થિતીમાં વીડિયો ઉતારીને બ્લેકમેઈલ કરાતી. કેટીઆર એક્ટ્રેસને પોતાની સાથે સૂવાની ફરજ પાડતો.તેલંગાણાની કોંગ્રેસ સરકારનાં મંત્રી કોન્ડા સુરેખાએ ભારત રાષ્ટ્ર સમિતી (બીઆરએસ)ના નેતા કે.ટી. રામારાવ સામે કરેલા આક્ષેપોએ ખળભળાટ મચાવી દીધો છે.
કેટીઆર તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવનો પુત્ર અને ભૂતપૂર્વ ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઈટી) મિનિસ્ટર છે. કેસીઆરનો રાજકીય વારસ કેટીઆર બીઆરએસનો કાર્યકારી પ્રમુખ પણ છે. કેટીઆરની બહેન કે. કવિતાને દિલ્હીના લિકર સ્કેમમાં જેલભેગી કરી દેવાયેલી. છ મહિના જેલની હવા ખાધા પછી કવિતા બે મહિના પહેલાં જ જેલની બહાર આવી છે. સુરેખાએ દાવો કર્યો કે, તેલુગુ-તમિલ ફિલ્મોની ટોચની એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુના એક્ટર નાગા ચૈતન્ય સાથેના ડિવોર્સ માટે કેટીઆર જવાબદાર હતો. સુરેખાના દાવા પ્રમાણે, કેટીઆર સામંથા સાથે સેક્સ સંબંધો બાંધવા માગતો હતો તેથી તેના ફોન ટેપ કરાવતો હતો. સામંથા કોઈ રીતે ફસાઈ નહીં ને બ્લેકમેઈલ કરાય એવુ કશું મળ્યું નહીં એટલે કેટીઆરે તેના સસરા નાગાર્જુનને ટાર્ગેટ કર્યો. નાગાર્જુને હૈદરાબાદમાં એન-કન્વેન્શન સેન્ટર બનાવ્યું છે કે જેમાં ઘણું બંધું ગેરકાયદેસર બાંધકામ કરાયું છે. કેટીઆરે નાગાર્જુનને ધમકી આપી હતી કે, સામંથાને પોતાની પાસે નહીં મોકલે તો આ સેન્ટર તોડી પડાશે. નાગાર્જુને સામંથાને કેટીઆર પાસે જવા કહ્યું પણ સામંથા તૈયાર નહોતી. નાગા ચૈતન્ય પણ પિતાના કહેવાથી સામંથાને કેટીઆર પાસે જવા દબાણ કરતો હતો તેથી છેવટે સામંથાએ નાગા ચૈતન્યને ડિવોર્સ આપી દીધા. કેટીઆરે પોતાની ધમકીનો અમલ કરીને નાગાર્જુનના સેન્ટર પર હથોડો ચલાવડાવી દીધો હતો.
Reporter: admin