જમ્મુ: કાશ્મીરના બારામુલામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયાના અહેવાલો સામે આવ્યા છે.
ઘરમાં છૂપાયેલા બેથી ત્રણ આતંકવાદીઓએ જવાનો પર આડેધડ ફાયરિંગ કરતા સુરક્ષા દળોના જવાનો પણ વળતો જવાબ આપ્યો છે. બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો હતો. આ ઓપરેશનમાં ભારતીય સેનાની 52મી રાષ્ટ્રીય રાઈફલ્સ અને એસએસબીની બટાલિયન-2ની ટીમ આતંકવાદીઓને વળતો જવાબ આપી રહ્યા છે. આ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.કાશ્મીર ઉપરાંત જમ્મુ ક્ષેત્રના કિશ્તવાડમાં ગુરુવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી.
સુરક્ષા દળોને માહિતી મળી હતી કે, ચત્રુ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા છે. આ અંગે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન સુરક્ષા દળોને જોતા જ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. બંને તરફથી અનેક રાઉન્ડ ફાયરિંગ થયું હતું.
Reporter: admin