ત્રણ વ્યક્તિ માટે ઘરે શ્રીખંડ બનાવવા માટે એક લીટર દૂધ, એક ચમચી મોળું દહીં, 200 ગ્રામ ખાંડ, ઈલાયચી અને કેસરની જરૂર પડે છે.
આ બનાવવા માટે હૂંફાળા દૂધમાં દહીં ઉમેરવું. મેળવણ નાખેલું દૂધ ગેસ પાસે મૂકવું જેથી દહીં જલ્દી બની જશે. આ દહીંને કપડામાં બાંધી, લટકાવી મસ્કો તૈયાર કરવો. કન્તાન પર જીણુ કપડું પાથરી પેના પર દહીં મુકવાથી મસ્કો જલ્દી તૈયાર થાય છે. આ મસ્કો 400 ગ્રામ જેટલો તૈયાર થશે. ચાડનીમા થોડો મસ્કો ચાળવો અને થોડી ખાંડ ઉમેરવી. આમાં બંનેને ચાળી લેવા.
હવે તેમાં ઈલાયચીનો ભૂકો, કેસર ઉમેરવા. તેમાં પાઈનેપલ, કાજુ, બદામ જે ભાવતું હોય તે ઉમેરી શકાય છે. હવે આ તૈયાર થયેલા મસ્કાને ફ્રિજમા મૂકી દો શ્રીખંડ તૈયાર થઇ જાય છે. અને તે ખાઈ શકો છો.
Reporter: admin