News Portal...

Breaking News :

7મી મેના રોજ ચૂંટણીમાં દરેક જણ મત આપી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી

2024-05-03 13:18:30
7મી મેના રોજ  ચૂંટણીમાં દરેક જણ મત આપી શકે  તે માટે વ્યવસ્થા કરવામાં આવી


જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી 7મી મેના રોજ યોજાનાર ચૂંટણીમાં દરેક જણ મત આપી શકે  તે માટેની વ્યવસ્થા કરવામાં  આવી રહી છે.ત્યારે દિવ્યાંગ વરિષ્ઠ નાગરિક અને બીમાર વ્યક્તિને મત આપવામાં સહાયતા કરવા  વિધાર્થીઓની સ્વયંસેવક તરીકે નિમણૂક કરવામાં આવી છે.આજે આ વિધાર્થીઓ માટે તાલીમ સત્ર યોજવામાં આવ્યું.


એમ.એસ. યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક ખાતે  મતદાનને દિવસે દિવ્યાંગ અને વરિષ્ઠ મતદાતાને સરળતાથી મત આપી શકે તે માટે તેમની મદદ માટે 119  મતદાન કેન્દ્રો પર નિમણૂક કરાયેલ એન.એન.એસ. ના વિધાર્થીઓ માટે તાલીમ સત્ર યોજવામાં આવ્યું. આ તાલીમ સત્રમાં ચૂંટણી અધિકારી મયંક ત્રિવેદી,અને સ્વીપ કો ઓર્ડીનેટર  ડૉ.સુધીર જોશીએ મતદાનના દિવસે સ્વયંસેવકની જવાબદારી ઉપડનારા વિધાર્થીઓને તેમણે કરવાની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન થકી તાલીમ આપી હતી. ઉપરાંત તેમને કરવાની કામગીરીની જાણકારી આપી હતી.  વિશેષ કરીને શુ કરવું અને શું ન કરવું તે વિશેની માહિતી આપી હતી.


...

Reporter: News Plus

Related Post