News Portal...

Breaking News :

અંકિતા ભંડારી કેસમાં મોટી કાર્યવાહી, પૂર્વ MLA સુરેશ રાઠોડ ઝડપાયા

2026-06-15 16:14:35
અંકિતા ભંડારી કેસમાં મોટી કાર્યવાહી, પૂર્વ MLA સુરેશ રાઠોડ ઝડપાયા


અંકિતા ભંડારી કેસમાં મોટી કાર્યવાહી, પૂર્વ MLA સુરેશ રાઠોડ ઝડપાયા

હરાદૂનના ડાલનવાલા પોલીસ સ્ટેશન અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની સંયુક્ત ટીમે હરિદ્વાર જિલ્લાના બુગ્ગાવાલા વિસ્તારમાંથી સુરેશ રાઠોડને ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર મામલો કથિત ઓડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સામે આવ્યો હતો.માહિતી અનુસાર ભાજપના પ્રદેશ પ્રભારી દુષ્યંત કુમાર ગૌતમે ફરિયાદ નોંધાવી હતી કે કેટલીક ઓડિયો અને વીડિયો ક્લિપ્સ દ્વારા તેમની તેમજ ભાજપના અન્ય અગ્રણી નેતાઓની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ક્લિપ્સમાં અંકિતા ભંડારી હત્યાકાંડ સાથે કેટલાક રાજકીય નામોને જોડવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ છે. આ ઉપરાંત આરતી ગૌર નામની મહિલાએ પણ સમાન પ્રકારની ફરિયાદ નોંધાવી હતી.

બીજી તરફ સુરેશ રાઠોડે પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા અને રાજકીય પ્રેરિત ગણાવ્યા છે. તેમણે દેહરાદૂન અને હરિદ્વાર જિલ્લામાં નોંધાયેલી ચાર FIRને ઉત્તરાખંડ હાઈકોર્ટમાં પડકારી હતી. જોકે નૈનીતાલ હાઈકોર્ટની સિંગલ બેન્ચે ચારમાંથી બે FIR રદ કરી હતી, જ્યારે બાકીની બે FIR અંગે તપાસ ચાલુ રાખવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો.હાઈકોર્ટે પોતાના અવલોકનમાં નોંધ્યું હતું કે કોઈપણ વ્યક્તિનું નામ સોશિયલ મીડિયા મારફતે જઘન્ય હત્યાકાંડ સાથે જોડીને તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ગંભીર ગુનાની શ્રેણીમાં આવે છે. તેથી સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી હોવાનું અદાલતે જણાવ્યું હતું.હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે તપાસને વેગ આપ્યો હતો અને આખરે પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડની ધરપકડ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર અંકિતા ભંડારી કેસને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. હવે પોલીસ તપાસમાં આગામી દિવસોમાં વધુ શું ખુલાસા થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

Reporter: admin

Related Post