News Portal...

Breaking News :

કટરાના પ્રસ્તાવિત રોપવે પ્રોજેક્ટ અંગે સ્થાનિક લોકોમાં રોષ

2024-12-25 17:57:35
કટરાના પ્રસ્તાવિત રોપવે પ્રોજેક્ટ અંગે સ્થાનિક લોકોમાં રોષ


કટરા:  પ્રસ્તાવિત રોપવે પ્રોજેક્ટ અંગે સ્થાનિક લોકોમાં રોષ યથાવત રહ્યો છે. 


સ્થાનિકોના વિરોધના કારણે આજથી ત્રણ દિવસ સુધી અર્થાત 72 કલાક સુધી કટરામાં બંધ પાળવાની જાહેરાત કરવામાં આવી છે. જેના લીધે વૈષ્ણોદેવી મંદિરે જતાં શ્રદ્ધાળુઓને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. કટરામાં પ્રસ્તાવિત રોપવે પરિયોજનાના વિરોધમાં પિટ્ઠુ, દુકાનદારો અને વેપારીઓ બંધને સમર્થન આપશે.


બંધની જાહેરાત કરતાં માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિએ જણાવ્યું હતું કે, બંધ દરમિયાન કટરામાં તમામ ગતિવિધિઓ સ્થગિત રહેશે. સમિતિના પ્રવક્તાએ જણાવ્યું કે, 'અમે રોપવે પ્રોજેક્ટ વિરુદ્ધ 72 કલાકનો બંધ પાળવાની જાહેરાત કરી છે. અમે આ હડતાળને સફળ બનાવવા માટે કટરાના તમામ રહેવાસીઓનો સહયોગ માંગીએ છીએ.

Reporter: admin

Related Post