જૈન ધર્મ ના સિદ્ધાંતો, સામાજિક વિકાસ, શૈક્ષણિક પ્રવ્રુત્તિઓ અને સેવાકીય પ્રવૃતિઓ કરતી આ જૈનો ની શિરમોર સંસ્થા છે એમ યુનિવર્સિટીના પુર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણિતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી ખાતે મેડ ઓવર હોલ ખાતે જૈન જાગ્રુતિ સેન્ટર વડનગરની પહેલી યુવા પ્રોફેશનલ લોકો ની સંસ્થા નો શુભારંભ આજે પ્રમુખ આનંદ નાણાવટી તથા મહામંત્રી દર્શન શાહ સહિત ની ટીમે આજે પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ ની સમગ્ર ટીમ પહેલી વાર પધારી હતી. આજના કાર્યક્રમ ની શરૂઆત નાના ભુલકાઓ દ્વારા નવકાર મહામંત્ર ના ઉદઘોષ થી કરવામાં આવી હતી.આ પ્રસંગે ખાસ પધારેલ મહેમાન કિશોરભાઈ શેઠે યુવાનો ની ડાયનેમીક ટીમ ને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજે સમાજ માં બદલાવ યુવા જ લાઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા સંસ્થાના ૫૦ વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે આઠ દેશો સહિત ૧૮૦ જૈન જાગૃતિ સેન્ટરમાં રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં વડોદરામાં પણ ૨૮૦ બોટલ રક્ત દાતાઓ પાસે થી મેળવી ઉત્તમ સામાજિક ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું હતું.સંસ્થા ના નવા વરાયેલા ઉપપ્રમુખ કાર્તિક દોશી અને શ્રેણીક દોશીએ જણાવ્યું હતું કે અમે આ યુવા પ્રોફેશનલ ટીમ ધ્વારા જૈન સમાજ ની એકતા અને સેવાકીય પ્રવૃત્તિ ને અમારો જીવનમંત્ર બનાવીશું. અને સમાજને દરેક કાર્યમાં મદદરૂપ બનીશું. આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણિતા જૈન અગ્રણી દીપક શાહ, વડોદરા ના પુર્વ મેયર ડો.જીગીશાબેન શેઠ, શેરબજાર કિંગ તરીકે ઓળખાતા કેતન શાહ, ઉદ્યોગપતિ ઉત્તમભાઈ તથા સમસ્ત જૈન સંઘ ના પ્રમુખ દીપકભાઈ શાહ સહિત ના જૈન અગ્રણીઓ યુવાનો ને પ્રોત્સાહન આપવા જોડાયા હતા





Reporter: admin