News Portal...

Breaking News :

અમેરિકાની અગ્રણી લો બજેટ સ્પિરિટ એરલાઈન્સનો કારોબાર સંપૂર્ણપણે બંધ

2026-05-03 10:04:43
અમેરિકાની અગ્રણી લો બજેટ સ્પિરિટ એરલાઈન્સનો કારોબાર સંપૂર્ણપણે બંધ



વોશિંગ્ટન : અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન યુદ્ધની અસર દુનિયાના દરેક દેશના અર્થતંત્ર પર પડી રહી છે ત્યારે અમેરિકા પણ તેમાંથી બાકાત નથી. 

મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે દુનિયામાં ક્રૂડ ઓઈલના ભાવ આકાશને આંબી રહ્યા છે ત્યારે અમેરિકાની અગ્રણી લો બજેટ એરલાઈન સ્પિરિટ એરલાઈન્સે શનિવારે તાત્કાલિક અસરથી તેનો કારોબાર સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરી છે. અનોખી જાહેરાતો અને અત્યંત સસ્તા હવાઈ ભાડાં માટે લોકપ્રિય એરલાઈનનો પ્રવાસ 34 વર્ષે પૂરો થઈ ગયો છે.અમેરિકાની અલ્ટ્રા લો-કોસ્ટ અને ચમકીલા પીળા રંગના વિમાનોનું સંચાલન કરતી 

સ્પિરિટ એરલાઈન અમેરિકાની આઠમી સૌથી મોટી એરલાઈન હતી અને સસ્તી ટિકિટનું મોડેલ શરૂ કરવામાં પાયોનીયર મનાતી હતી. ઈરાન યુદ્ધના કારણે જેટ ફ્યુઅલના ભાવમાં અસાધારણ વધારા વચ્ચે એરલાઈન બે વર્ષથી ઓછા સમયમાં બીજી વખત દેવાળીયા પ્રક્રિયામાંથી પસાર થઈ રહી હતી. કોર્ટના દસ્તાવેજો મુજબ કંપની પર 8.1 અબજ ડોલરનું દેવું હતું. એરલાઈન બંધ થતા 17000 કર્મચારીઓના બેરોજગાર થવાનું જોખમ ઊભું થયું છે.

Reporter: admin

Related Post