દિલ્હી : ભારત સરકાર દેશમાં એક નવી ડિઝાસ્ટર વોર્નિંગ સિસ્ટમ એટલે કે 'સેલ બ્રોડકાસ્ટ ઍલર્ટ' (Cell Broadcast Alert) ટેસ્ટ કરી રહી છે.
ભારત સરકાર દ્વારા મોકલવામાં આવેલા મેસેજમાં લખ્યું હતું કે, "ભારતે પોતાના નાગરિકો માટે તાત્કાલિક આપત્તિ એલર્ટ સર્વિસ (Immediate Disaster Alert Service) માટે સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સેલ બ્રોડકાસ્ટ લોન્ચ (Cell Broadcast Alert) કર્યું છે. સતર્ક નાગરિક, સુરક્ષિત દેશ. આ મેસેજ મળ્યા પછી જનતાએ કોઈ એક્શન લેવાની જરૂર નથી. આ માત્ર એક ટેસ્ટિંગ મેસેજ છે. ભારત સરકાર."કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની હાજરીમાં 2 મે 2026ના રોજ મોબાઇલ આધારિત ડિઝાસ્ટર કમ્યુનિકેશન સિસ્ટમ લોન્ચ કરી હતી.
આ સિસ્ટમને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ (DoT), કમ્યુનિકેશન્સ મિનિસ્ટ્રી અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને ભારત સરકારે સાથે મળીને વિકસાવી છે, જેથી નાગરિકો સુધી જરૂરી માહિતી સમયસર પહોંચી શકે.આ એલર્ટ સિસ્ટમ ‘કોમન એલર્ટિંગ પ્રોટોકોલ’ (CAP) પર આધારિત છે, જે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન દ્વારા સૂચવવામાં આવ્યો છે. આ સિસ્ટમ દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહેલેથી જ સક્રિય છે. આ ટેકનોલોજી દ્વારા કોઈ ચોક્કસ વિસ્તારમાં હાજર મોબાઈલ વપરાશકર્તાઓને SMS દ્વારા આપત્તિ સંબંધિત ચેતવણી મોકલવામાં આવે છે. તેનો ફાયદો એ છે કે માત્ર તે જ વિસ્તારના લોકોને એલર્ટ મળે છે જ્યાં જોખમ હોય છે.
Reporter: admin







