News Portal...

Breaking News :

આજા ફસાજા : મની કે લિયે કદાવર નેતાનું હની ટ્રેપ: મોહ જાળ ભેદીને કોરાકટ બહાર નીકળવાનો સોદો અઢી કરોડ માં પડ્યો

2024-07-23 12:46:47
આજા ફસાજા : મની કે લિયે કદાવર નેતાનું હની ટ્રેપ: મોહ જાળ ભેદીને કોરાકટ બહાર નીકળવાનો સોદો અઢી કરોડ માં પડ્યો


તરેહ તરેહની ચાલી રહી છે ચર્ચા પણ ધુમાડો નીકળે તો ક્યાંક આગ ચોક્કસ લાગી હોય..સત્તા આગળ શાણપણ નકામું.પણ કંચન અને કામિની આગળ સત્તા લાચાર અને ટોપી નેતા પડી જાય બીમાર. મની માટે હની ટ્રેપ એક અકસીર હથિયાર વર્તમાન સમયમાં બની ગયું છે.જો કે આદિકાળ થી સુંદરતા એ મદિરા અને મધનું કામ કર્યું છે. કામીની ના કામણ એવા હોય કે લાળ ટપકે અને તિજોરીમાં થી માલ પણ ટપકે.વાસનાનો ભોરિંગ ભલભલા ની કેરિયર રગદોળી નાંખે. એ ઘરવાળી સાથે વેર કરાવે અને ઘર ભાંગે.


આવું કશુંક વડોદરા શહેરના એક રાજકીય પક્ષમાં રંધાઈ ગયું,સંસ્કારી નગરીના એક મોટા ગજાના નેતા સાથે અજુગતું બન્યું હોવાની ઘુસપૂસ દીવાલ ભેદીને સંભળાઈ રહી છે. આ નેતા ગમે તે પક્ષનો હોઇ શકે છે પરંતુ વઘારી ને અને વધારીને આ રસ કથા કહેનારા એને એક મસમોટા પક્ષ સાથે જોડે છે.કુટુંબ સાથે બેસીને ટીવી કાર્યક્રમ જોતાં હોય અને ભૂરું ચલચિત્ર ચાલુ થઈ જાય એવી દશા આ વાત સાંભળનારની થાય છે. મોં ખુલ્લું રહી જાય છે અને આંખો પહોળી થઇ જાય છે.હવે વાતમાં તથ્ય કેટલું છે એ તો કોઈનું મોં ખૂલે અને જીભ હલે તો જ ખબર પડે.પણ એટલું તો નક્કી કે ક્યાંક આગ લાગી હોય તો જ ધુમાડો નીકળે.અને રૂપાળી આગનો ધુમાડો કાળો નહિ પણ રંગીન હોય.કહેવાય છે કે પક્ષના આ રૂડા અને રૂપાળા મહિલા કાર્યકરની સાથે પક્ષીય સંબંધો આત્મીય અને ઇલુ ઇલુની કક્ષાએ પહોંચી ગયા.નેતા બેખર હતા અને સૌંદર્ય ને સત્તા ની અને સંપત્તિની સીડી બનાવનારી નાની નેત્રી ચાલક,ચબરાક અને ખંધી હતી.ફાર્મ હાઉસોની મુલાકાત અને પાર્ટીઓ માં મુહબ્બત ગાઢ બનતી ગઈ. જો કે નેતા મદહોશ હતા પરંતુ સુંદરી ગાફેલ ન હતી. 


એ પ્રત્યેક ચાલ સમજી વિચારીને ચાલતી હતી.ગણી ગણીને ડગલાં ભરતી હતી. એ કદાચ કોઈનું પ્યાદું હતી. એટલે અદ્યતન ઈલેક્ટ્રોનિક ડીવાઈસિસ નો ઉપયોગ કરી,નિકટતાની પળોની બધી જ રંગીનીઓ કચકડે કંડારી લીધી અને કેમેરામાં મઢી લીધી.નેતાનું વાંધાજનક હાલતમાં અર્ધ નગ્ન ફોટો સેશન થઈ ગયું.હવે સુંદરીનું પોત પ્રકાશ્યું અને ખરો ખેલ શરૂ થયો.ક્યારેક વારેવારે જોવા ગમતા હતા એ ફોટા જ ગળાનો ગાળિયો બની ગયા.કહેવાય પણ નહિ અને સહેવાય પણ નહીંની કફોડી હાલતમાં મુકાયેલા નેતાને કશું જ સૂઝતું ન હતું.કોઈની મદદ લેવામાં ભારે જોખમ હતું.આખરે ઓળખાણ અને અંગત પળોને ભૂલી જવા માટે અઢી કરોડ હા,બરાબર સાંભળ્યું છે તમે અઢી કરોડમાં સોદો ફાઇનલ થયો.વાત તો એવી પણ ચર્ચાઈ રહી છે કે આવા ગોરખધંધા પાર્ટી કામના ઓઠા હેઠળ વધી રહ્યા છે.સિનિયર નેતાની માયાજાળ હેઠળ આ બધું કરવામાં આવી રહ્યું છે.વિરોધીઓનો આ રીતે શિકાર કરવામાં આવે છે.સાવચેત ના રહે અને સદ્ધર હોય એવા અન્ય નેતાઓ મોહજાળ માં ફસાઈ ને ખિસ્સા થી કંગાળ બની શકે છે.અગાઉ વિધાનસભાની ચુંટણી વખતે આવી ઘુસપુસ સંભળાઈ હતી.લાગે છે કે હવે પક્ષમાં તળિયા ઝાટક સફાઈ માટે મોટ્ટું સ્વચ્છતા અભિયાન હાથ ધરવાની જરૂર છે.કોઈને,કોઈ પક્ષને બદનામ કરવાનો ઇરાદો આ લખવા પાછળ નથી.માત્ર લાલબત્તી ધરવી છે.તમામ રાજકીય પક્ષો આત્મ નિરીક્ષણ કરે અને નૈતિકતા તેમજ ચારિત્ર્ય ને મુખ્ય માપદંડ બનાવે એ ઇચ્છનીય છે...

Reporter: admin

Related Post