નવીદિલ્હી : મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે રજૂ થઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટને લઈને અત્યારથી જ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.
કૃષિ ક્ષેત્રે ઉત્પાદન ક્ષમતા અને ટકાઉપણું વધારવા પ્રાથમિકતા આપવામાં આવશે. આગામી બે વર્ષમાં 1 કરોડ ખેડૂતોને નેચરલ ફાર્મિંગ માટે પ્રોત્સાહન આપવામાં આવશે.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના વધુ પાંચ વર્ષ લંબાવવામાં આવી. રોજગારી, કૌશલ્ય, એમએસએમઈ અને મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખવામાં આવશે. 4.1 કરોડ યુવાનોને કૌશલ્યથી સક્ષમ બનાવવામાં આવશે. જેના માટે 2 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.અર્થતંત્રનું ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, ભારતમાં હાલમાં મોંઘવારીનો દર કાબૂમાં છે. ગરીબ, મહિલાઓ, યુવાઓ અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને અમારું આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.નવા કર્મચારીઓને EPFO ખાતા માં કુલ ૧૫૦૦૦ રૂપિયા ૩ હપ્તામાં જમા કરવાશે. જે નવા કર્મચારી નો પગાર વાર્ષિક ૧લાખ સુધી હશે તેમને મળશે. પહેલા ચાર વર્ષ સુધી કેન્દ્ર સરકાર સહાય આપશે.
નાણામંત્રીએ બજેટમાં જણાવી સરકારની 9 પ્રાથમિકતા
* કૃષિ ક્ષેત્રે ઉત્પાદક્તા, અને ટકાઉપણું
* રોજગાર અને કૌશલ્ય
* મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિઝ
* શહેરી વિકાસ
* વીજ સુરક્ષા
* ઈન્ફ્રાસ્ટ્રક્ચર
* ઈનોવેશન અને આરએન્ડડી
* ઈન્ક્લુઝિવ એચઆરડી અને સામાજિક સુરક્ષા
* નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ હાયર એજ્યુકેશન માટે ૩% ના દરે ૧૦ લાખ સુધીની લોન મળશે.
Reporter: