News Portal...

Breaking News :

અઠવાડિયાની મહેનત બાદ ઝડપાયા IS ના ચાર ખૂંખાર આતંકી

2024-05-20 15:29:38
અઠવાડિયાની મહેનત બાદ ઝડપાયા IS ના ચાર ખૂંખાર આતંકી

ગુજરાત ATS  ને સૌથી મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પરથી પોલીસની સતર્કતાથી ISના ચાર આતંકીઓ ઝડપાઇ ગયા છે. ગુજરાત ATS દ્વારા ચાર વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને આ બાબતે માહિતી આપશે.


પકડાયેલા તમામ આતંકી મુળ શ્રીલંકાના નાગરિકો. ગુજરાત ATS ને મોટી સફળતા મળી છે કારણ કે સેન્ટ્રલ એજન્સીના ઇનપુટના આધારે ગુજરાત ATS ની ટીમે એરપોર્ટ પર વોચ રાખી હતી જેમાં ISના ચાર આતંકીઓ ઝડપાયા છે. પકડાયેલા તમામ આતંકી મુળ શ્રીલંકાના નાગરિકો છે અને તેઓ IS સાથે ઘણા સમયથી સંકળાયેલા હોવાનું સુત્રોએ દાવો કર્યો છે.

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર નજર રાખી રહી હતી. પોલીસે ચાર ટીમો બનાવી એરપોર્ટ પર વોચ ગોઠવી હતી અને ત્યારબાદ આ ચાર આતંકીઓ ઝડપાયા હતા. ગત આખી રાત તમામ આતંકીઓની પુછપરછ કરી હતી. આ આતંકીઓ અમદાવાદ શા માટે આવ્યા હતા અને તેમનો શો ઇરાદો હતો તે વિશે તમામની પુછપરછ કરાઇ રહી છે. પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે

Reporter: News Plus

Related Post