News Portal...

Breaking News :

MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિધાર્થીઓને પ્રવેશ મુદ્દો ગરમાયો

2024-05-20 14:37:54
MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિધાર્થીઓને પ્રવેશ મુદ્દો ગરમાયો


કોમન act ને કારણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સ્થાનિક વિધાર્થીઓને પ્રવેશ મુદ્દે મામલો ગરમાયો છે. સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશની ટકાવારી ઘટાડી હોવાની વાતને લઈ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. મસ યુનિવર્સિટીના બોર્ડ પર પોસ્ટર લગાવ્યા છે.પોસ્ટરોમાં સ્થાનિક વિધાર્થીઓને પ્રવેશ આપવા માંગ કરાઈ છે.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં પોસ્ટરો લાગ્યા છે.વિધાર્થીઓના સપોર્ટમાં ABVP પણ ઉતરી આવ્યું છે.


વિદ્યાર્થી પરિષદે પણ લગાવ્યા છે પોસ્ટર,પ્રવેશની ટકાવારી ઘટાડી હોવાની વાતને લઈ રોષ જોવા મળ્યો છે.આ વર્ષે સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વડોદરા બહાર જવું પડે તેવા સંજોગો સર્જાયા છે, કારણ કે, એમ એસ યુનિવર્સિટીમાં 70 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓનો ક્રાઇટેરિયા કાઢી નાખવાની હિલચાલ શરૂ થઈ છે, જેને પગલે એમ. એસ. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં 'હું પણ વડોદરાનો વિદ્યાર્થી છું. મારે પણ એમ.એસ. યુનિવર્સિટીમાં ભણવું છે, શિક્ષણના વ્યાપારીકરણથી વિદ્યાર્થીઓને સજા, ખાનગી કોલેજોને મજા, રાજા દ્વારા યુનિવર્સિટીની અપાયેલી ભેટ, છતાં સત્તાધીશો ધારા વિદ્યાર્થીઓને સજા' પોસ્ટર લાગતા વિવાદ ઊભો થયો છે.સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશની ટકાવારી ઘટાડી હોવાની વાતને લઈ વિદ્યાર્થીઓમાં રોષ ભરાયા છે.વિધાર્થી સંગઠન દ્વારા એમએસ યુનિવર્સિટીના બોર્ડ પર પોસ્ટરો લગાડાયા છે.જેમાં પોસ્ટરોમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માંગ કરવામાં આવી છે.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં પોસ્ટર લાગ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પણ પોસ્ટર લગાવ્યા છે.'શિક્ષણના વ્યાપારીકરણથી વિદ્યાર્થીઓને સજા ખાનગી કોલેજને મજા'નાપોસ્ટર લગાવ્યા છે.યુનિવર્સિટી માં વિદ્યાર્થીઓના એડમિશન ને લઈ ને યુનિવર્સિટીના વીસી વિરુદ્ધ આડકતરી રીતે  પોસ્ટરો લાગ્યા છે. વિરોધ ઉઠતા યુનિવર્સિટી દ્વારા લોકલ વિદ્યાર્થીઓ માટે 50 ટકા બેઠકો નો નિર્ણય કર્યો છે.આ નિર્ણયનો.એ બી વી પી.દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.


વિદ્યાર્થીઓ દ્વારા જાહેર માર્ગો પર લોકો માં જાગૃતા ફેલાવવાનો  પ્રયાસ શરૂ થયો છે. એમ એસ યુનિવર્સિટીનું ખાનગી કરણ કરવાના  આક્ષેપો કરાયા છે.

Reporter: News Plus

Related Post