News Portal...

Breaking News :

થોડો વરસીને વરસાદ પાછો ગાયબ થઈ ગયો પિક-અવરમાં ધીમીધારે વરસાદ વરસતાશહેરના વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઈ

2024-06-26 20:30:37
થોડો વરસીને વરસાદ પાછો ગાયબ થઈ ગયો પિક-અવરમાં ધીમીધારે વરસાદ વરસતાશહેરના વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઈ





મોડેમોડે પણ મેઘરાજાએ વડોદરા પર મહેર શરૂ કરી છે. આજે સમી સાંજે ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. મેઘરાજાએ વરસવા માટે પીક-અવર્સનું સિલેક્શન કર્યું હતુ. લોકો નોકરી પરથી છૂટીને ઘરે જતા હતા ત્યારે વરસાદ વરસતા કેટલાય લોકોને પલળવુ પડ્યુ હતુ. જોકે, આખોય દિવસ કામ કરીને થાકી ગયેલા લોકોને વરસાદમાં પલળવાથી રાહત મળી હતી. 




વરસાદને કારણે દાળવડા અને ચાની કિટલીઓ પર ભારે ભીડ ઉમટી હતી. વરસાદ પણ એટલો સરસ હતો કે, એને માણવાની મજા હતી. આજે સાંજે વરસેલો વરસાદ ધીરો પણ મક્કમ હતો. વરસાદ માંડ દસેક મીમી હતો પણ એની અસર ખુબ વર્તાઈ હતી. વરસાદના પાણીને લીધે ધરતીને ઠંડક મળી હતી. જોકે, માંડ અડધો કલાક સુધી વરસ્યા પછી વરસાદે પાછો વિરામ લીધો હતો. મોડીરાત્રે વિજળીના કડાકા અને વાદળોના ગડગડાટ સાંભળવા મળ્યા હતા. રાત્રિ દરમિયાન વરસાદ પુરજોશમાં ત્રાટકે તેવી સંભાવના જોવાઈ રહી છે. વડોદરામાં વરસાદે હજી જોઈએ એટલી મહેર કરી નથી. 



વડોદરા શહેર અને જિલ્લામાં હજી જોઈએ એટલો વરસાદ વરસ્યો જ નથી. આ વર્ષે ચોમાસુ કહી શકાય એટલો વરસાદ પડ્યો જ નથી અને જે પડ્યો છે એના પછી એક એક સપ્તાહ સુધીનો વિરામ પણ રહ્યો છે. જેને લીધે આ વર્ષે ચોમાસુ બેઠુ હોય એવુ લાગતુ જ નથી. ખેર, વરસાદ તો વરસાદ છે ક્યારે પણ પડી શકે છે ? એટલે બધાએ અભરાઈ પરથી રેઈન કોટ અને છત્રી નીચે ઉતારી લીધા છે. જોકે, હજીસુધી એનો ઉપયોગ થઈ શક્યો નથી.

Reporter: News Plus

Related Post