એક્ટર હિના ખાન કેન્સર ની પીડા સામે લડી રહી છે. લોકપ્રિય અક્ષરાની આવી હાલત ચાહકો માટે દુઃખદાયી છે
હિના ખાને થોડા દિવસો પેહલા પોતાની બીમારી વિષે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું હાલ માં એક્ટર હિના ખાને કીમોથેરાપી સેશન પેહલા માથા ના વાળ કપાવતો વિડીયો સોશ્યિલ મીડિયા પર મુકયો હતો. ખુબ હિંમત ભેગી કરી ને હિના ખાને આ લોકો વચ્ચે જાહેર ક્યુ હતું જેમાં એમનો ચહેરો ભલે હસતો દેખાતો પણ તે ખુબ હ્દય સ્પર્શી હતો. મહિલાઓ માટે આ ખુબ હ્દય સ્પર્શી હતું. પેહલા પણ ઘણી એક્ટર આ બીમારી સામે લડી ને આવી છે અને હિંમત રાખી ને બીમારી માંથી બહાર આવી છે, અપને બધા સમજી શકીએ છીએ લાગણી માટે કોઈ શબ્દ નથી હોતા.
હીનખાને જણાવ્યું હતું કે હું આ લડાઈ નો સામનો કરી રહી છે અને વાળ ખરતા જોઉં એના કરતા એને કપાવી નાખું એ સાચો નિર્ણય છે. વાળ તો ભવિષ્ય માં ફરી થી નવા આવશે. તેમને ઘણી હિંમત કરી ને પોતાની વાત લોકો સુધી પહોંચાડી છે અને આપણે સૌ જાણીએ છીએ કે આ જગ્યા પર રહી ને આ બધું કેહવું સેહલું નથી. એના માટે ઘણી હિમ્મત ભેગી કરવી પડે છે. એક્ટર હિના ખાન પોતાનો આ સફર લોકો સુધી બતાવી રહ્યા છે એ ઘણું મુશ્કેલ છે અને ઘણા નિર્ણય લેવા અઘરા હોય છે . લોક પ્રિય અક્ષરા ખુબ જલ્દી સારા થઇ જશે અને ફરી થી એમની જીવનશૈલી સરળ બની જશે .
Reporter: News Plus