News Portal...

Breaking News :

દબાણ શાખા દ્વારા તરસાલી શાક માર્કેટ વિસ્તાર અને મણીનગર સોસાયટી આસપાસના ગેરકાયદે દબાણો સામે કાર

2024-12-16 17:31:17
દબાણ શાખા દ્વારા તરસાલી શાક માર્કેટ વિસ્તાર અને મણીનગર સોસાયટી આસપાસના ગેરકાયદે દબાણો સામે કાર


વડોદરા : શહેરના ઉત્તર વિભાગમાં વોર્ડ નં. 7માં કેટલીક સોસાયટીઓના આંતરિક રસ્તે થયેલા ઓટલા અને કમ્પાઉન્ડ વોલના ગેરકાયદે દબાણોનો સફાયો કરીને દબાણ શાખાએ તરસાલી શાક માર્કેટ વિસ્તાર અને મણીનગર સોસાયટી આસપાસના ગેરકાયદે પાણીના કેટલાક કનેક્શન કાપી નાખતા સ્થાનિક રહીશો સાથે તું તું મેં મેં થવા સહિત ઘર્ષણના પણ દ્રશ્યો સર્જાયા હતા. X


જોકે સ્થાનિક પોલીસે મામલો થાળી પાડ્યો હતો. તમાશો જોવા એકત્ર થયેલા ટોળાને પણ પોલીસે હટાવ્યા હતા.છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી શહેરના વિવિધ વિસ્તારમાં ગેરકાયદે દબાણ હટાવવાની ફારસરૂપ કામગીરી પાલિકા તંત્રની દબાણ શાખા દ્વારા કરવામાં આવી હતી. દરમિયાન દબાણ શાખાની એક ટીમ કારેલીબાગ વિસ્તારના વોર્ડ નં. 7મા આજે સવારથી ત્રાટકી હતી વોર્ડની કેટલીક સોસાયટીઓના આંતરિક  રસ્તે સોસાયટીના કેટલાય સભ્યોએ પોતાના મકાન આગળ ઓટલા અને ગેરકાયદે કમ્પાઉન્ડ બનાવી દીધા હતા.છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી શહેરના વિવિધ વિસ્તારમાં ગેરકાયદે દબાણ હટાવવાની ફારસરૂપ કામગીરી પાલિકા તંત્રની દબાણ શાખા દ્વારા કરવામાં આવી હતી. 


દરમિયાન દબાણ શાખાની એક ટીમ કારેલીબાગ વિસ્તારના વોર્ડ નં. 7મા આજે સવારથી ત્રાટકી હતી વોર્ડની કેટલીક સોસાયટીઓના આંતરિક  રસ્તે સોસાયટીના કેટલાય સભ્યોએ પોતાના મકાન આગળ ઓટલા અને ગેરકાયદે કમ્પાઉન્ડ બનાવી દીધા હતા.આ અંગેની ફરિયાદો પાલિકા તંત્રને મળી હતી. જેથી વર્ધમાન સોસાયટી, નિકુંજ સોસાયટી, પૂજ્ય કુંજ સોસાયટી વિસ્તારના આંતરિક ઓટલા અને ગેરકાયદે કમ્પાઉન્ડ વૉલ પર પાલિકાની દબાણ શાખાનું બુલડોઝર હજી વળ્યું હતું. ગેરકાયદે દબાણના સફાયાની ચાલતી કામગીરી દરમિયાન કેટલાય ગેરકાયદે ઓટલા ધારકોએ પાલિકાની ટીમ સાથે તું તું મે મેં સહિત રકજક કરવા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાયદો વ્યવસ્થા જાળવતી પોલીસે તમામને શાંતિથી હટાવ્યા હતા. દરમિયાન દબાણ શાખાની ટીમનું બુલડોઝર 12 જેટલા ગેરકાયદે ઓટલા, ગેરકાયદે આઠ જેટલી કમ્પાઉન્ડ વોલ પર ફરી વળ્યું હતું.

Reporter: admin

Related Post