જૈન સમાજમાં ચાતુર્માસ પુર્ણ થયા બાદ સાધુ સાધ્વી ભગવંતોનો લોક હિતકાજે વિહાર થતો હોય છે અને ભગવાને આ સમાચારી બતાવી છે એમ યુનિવર્સિટીના પુર્વ સેનેટ સભ્ય અને જાણિતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું .

તેરાપંથી જૈન સભાના અગ્રણી મુકેશ બડોલાએ જણાવ્યું કે આજે સવારે વડોદરાના સીમાળે આવેલ આઇડિયલ સ્કૂલ થી યુગ પ્રધાન મહાતપસ્વી આચાર્ય મહાશ્રમણજી પોતાની ધવલસેના સાથે વિહાર શરૂ કરી નવ વાગ્યે શહેર ની મધ્યમાં આવેલા માંડવી પહોંચ્યા હતા અને ત્યાંથી અનુશાસન રેલી સ્વરૂપે ફતેહપુરા થઈ સંગમ લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય પહોંચી સભા ના રુપે ફેરવાઈ ગ ઈ હતી જેમાં વડોદરા ના તમામ તેરાપંથી સમાજ તથા જૈનો ના બીજા ફીરકા ના અગ્રણીઓ તથા રાજકીય અગ્રણીઓ જોડાયા હતા.

વધુ માં વસંતભાઈ પિત્તલીઆએ જણાવ્યું કે અનુશાસન રેલી માં ભાઈઓ એ સફેદ વસ્ત્ર અને મહિલાઓ એ કેસરી સાડી પરિધાન કરી ભારે આકર્ષણ જમાવ્યું હતું..દરમિયાનમાં તેરાપંથ સમાજ ના પ્રમુખ શુશિલ કોઠારીએ જણાવ્યું હતું કે સુરત વેસુ માં ઐતિહાસિક ચાતુર્માસ બાદ વડોદરામાં પધરામણી થઇ રહી છે.અહી થી ગુરુદેવ કચ્છ તરફ વિહાર કરશે


Reporter: admin







