શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં 2023માં નોંધાયેલા અપહરણ કેસમાં ફરાર રહેલા આરોપીને પોલીસે પૂણેના રાંજણગામથી ઝડપી પાડ્યો હતો.
સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનાનો આરોપી મનીષ પ્રકાશ શિંદે તથા ભોગ બનનારી કિશોરી હાલ પૂણે પાસેના રાંજણગાંવમાં રહેતા હોવાની બાતમી પોલીસને મળતાં પોલીસે રાંજણગાંવ પહોંચીને આરોપીને રાંજણગાંવ ટોલનાકા પાસેથી ઝુંપડપટ્ટીમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી મનિષે પોલીસ સમક્ષ પોતે આચરેલા ગુનાની કબુલાત કરી હતી.
Reporter: admin