News Portal...

Breaking News :

બોટાદમાં ખેડૂતો પર થયેલા અત્યાચારનુ નિવારણ વહેલી તકે થાય એ માટે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત

2025-10-17 13:43:10
બોટાદમાં ખેડૂતો પર થયેલા અત્યાચારનુ નિવારણ વહેલી તકે થાય એ માટે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત


બોટાદ જિલ્લામાં થયેલ ખેડૂતો પર થયેલા અત્યાચાર નુ નિવારણ વહેલી તકે થાય અને ખેડૂતો પર થયેલા અત્યાચારોના કેશો પાછા ખેંચવા વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. 



બોટાદના હડદડ ગામે ખેડૂતો પર પોલીસ દ્વારા ગુજારવામાં આવેલ અત્યાચારના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) એ આજે સમગ્ર ગુજરાતમાં 'કાળો દિવસ' મનાવ્યો હતો. ધારાસભ્યો ચૈતર વસાવા અને હેમંત ખવા સહિત AAPના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓએ કાળી પટ્ટીઓ બાંધી, કાળા વસ્ત્રો પહેરી અને વિરોધ પ્રદર્શનો યોજી પોલીસ તંત્ર અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ ઘટનાને પગલે પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ આમરણ ઉપવાસ પર ઉતર્યા હતા.  


જ્યારે સુરત, પાટણ, મોરબી અને ગીર સોમનાથ સહિતના અનેક સ્થળોએ વિરોધ કરી રહેલા AAP કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી જેને લઈ આજે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે ખેડૂતો પર થયેલા અત્યાચારનુ નિરાકરણ વહેલી તકે આવે અને ખેડૂતો પર થયેલા કેશોને પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સાથે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ વડોદરાની મુલાકાતે આવનાર છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા મહાનગર અને મહાનગરપાલિકા ખાતે જન સભા યોજશે

Reporter: admin

Related Post