News Portal...

Breaking News :

વાઘોડિયા નવી જીઆઇડીસીમાં આવેલા તળાવમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત

2025-06-20 16:32:03
વાઘોડિયા નવી જીઆઇડીસીમાં આવેલા તળાવમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત


વડોદરા : જિલ્લાના વાઘોડિયા નવી જીઆઇડીસીમાં આવેલા તળાવમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. વડોદરા ફાયર બ્રિગેડે મૃતકની લાશ બહાર કાઢતા વાઘોડિયા પોલીસે મૃતકની લાશ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. 




ઉલ્લેખનીય છે કે વાઘોડિયા નજીકના ખેરવાડી ખાતે રહેતા સાળો રવિન્દ્ર અને તેનો બનેવી પ્રતીક અનિલભાઈ પટેલ વાઘોડિયા જીઆઇડીસીના તળાવ પાસે બેઠા હતા. જે પૈકી યુવક પ્રતીક પટેલ તળાવમાં નાહવા પડ્યો હતો. પરંતુ સાળાની નજર સામે જ બનેવી પ્રતીક પટેલ તળાવમાં ડૂબી ગયો હતો. 


આ અંગેની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડના લાસ્કરો દુર્ઘટના સ્થળે તળાવ કિનારે પહોંચી ગયા હતા. જ્યાં કલાકોની ભારે જહેમત બાદ મૃતકની લાશ બહાર કાઢવામાં આવી હતી. બનાવની જાણ થતા જ વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં મૃતકની લાશ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Reporter: admin

Related Post