આગામી થર્ટી ફર્સ્ટ ના દિવસ ને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા ની માહિતી ના પગલે સાવલી પોલીસ સતર્ક થઈ હતી અને ખાખરીયા પોલીસ મથકની તેમજ અન્ય જિલ્લાની બોર્ડરને અડી ને આવેલા વિસ્તારોમાં વિવિધ ટીમો બનાવીને ફાર્મ હાઉસ, કંપની ઓ, ધાબાઓ સહિતની વિવિધ જગ્યાઓનું વિવિધ ટીમો બનાવીને સઘન ચેકીંગ હાથ ધર્યું હતું
જેમાં ઉત્તમ નગર ગામની સીમમાં આવેલ ખેતર માલિક દિપકકુમાર સનત કુમાર પરીખની ઓરડીમાં મળી આવેલ સુરેખાબેન મહેશભાઈ ચૌહાણ ને પૂછતા તેમના કબજા માંથી વિવિધ બ્રાન્ડની 165 નંગ પેટી અને ૧૯૮૦ બોટલ મળી આવી હતી આ જથ્થા વિશે પૂછપરછ કરતા આ જથ્થો આપી જનાર (૧) ભાવેશસિંહ જશવંતસિંહ ચૌહાણ રહે વડોદરા વૈકુંઠ સોસાયટી વાઘોડિયા રોડ તેમજ (૨) શૈલેષભાઈ વિક્રમભાઈ ચૌહાણ રહે રાજપુરા તાલુકો વાઘોડિયા જીલ્લો વડોદરા નાઓએ બે દિવસ પહેલા રાત્રિના સમયે મોટા વાહનમાં લાવીને ઉતારી ગયા હતા અને તેઓ આ દારૂનો જથ્થો વડોદરા શહેર તરફ લઈ જવાનો જણાવતા હતા
જેથી સાવલી પોલીસે ઉપરોક્ત બંને હિસાબો તેમજ વિદેશી દારૂ આપનાર મંગાવનાર વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી સાવલી પોલીસે સંતોષ માન્યો છે.પરંતુ જાગૃત નાગરિકો ના જણાવ્યા પ્રમાણે સાવલી નગર તેમજ તાલુકાના અનેક ગામોમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ વિદેશી દારૂ નું મોટા પ્રમાણમાં કટિંગ થાય છે તેમજ વિદેશી દારૂની હાટડીઓ (સ્ટેન્ડ) ચાલી રહી છે. જો તે સાવલી પોલીસના નજરમાં આવે અને બંધ કરાવે તો સાવલી તાલુકાનું યુવાધન બરબાદ થતું અટકે તેમ છે તેમજ માથાભારે બુટલેગરો ના ત્રાસ થી સાવલી ની જનતાને છુટકારો મળે અને તાલુકાની જનતા મા શાંતિ અને સલામતી નો અહેસાસ થાય તેમ છે તેવી લોક માંગ ઉઠી છે.
Reporter: admin