News Portal...

Breaking News :

MSUનાં ફિઝિકસ ડિપાર્ટમેન્ટના વિધાર્થીનો સોલાર સાઇકલ પર રોજનો 40 કિ.મીનો પ્રવાસ...

2024-05-10 13:43:07
MSUનાં ફિઝિકસ ડિપાર્ટમેન્ટના વિધાર્થીનો સોલાર સાઇકલ પર રોજનો 40 કિ.મીનો પ્રવાસ...


વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ફિઝિકસ ડિપાર્ટમેન્ટમાં એસ.વાય. બી.એસ.સી.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ રોજિંદા જીવનમાં જ સોલાર સાઇકલનો 40 કિ.મીનો ઉપયોગ કરીને આજના વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.  બાઇક વિના કૉલેજમાં જવાનું મોટા ભાગના વિદ્યાર્થીઓ પસંદ કરતા નથી. એટલું જ નહીં બાઈક પણ મોડી ફાઈડ કરાવીને સાઈલન્સરનો અવાજ પણ બદલી નાખી કૉલેજમાં આગવો રૂઆબ છાંટવાનું પણ આજના કૉલેજ જતાં કેટલાક વિદ્યાર્થીઓ પસંદ કરતા હોય છે. યુવાનોમાં ચાલી રહેલા આવા ચડસા ચડસીના યુગમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ જાણે પહેલે થી જ પોતાના ધ્યેય નકકી કરી તેના તરફ ડગ માંડી રહ્યાં હોય છે. જેમાનો શહેરના વાડી રંગમહાલમાં રહેતા નીલ પ્રધુમન શાહ છે. 


નીલે સોલાર સાઇકલ બનાવી છે. વર્ષ 2021થી તે આ સોલાર સાઇકલનો ઉપયોગ કરે છે. સાઇકલની આગળ અને પાછળ બન્ને તરફ સોલાર પેનલ લગાવી દીધી છે. સાઈકલમાં ડાયનેમો પણ લગાવીને તૈયાર કરેલી આ સોલાર સાઇકલ પાછળ તેને રૂપિયા 15,000 નો ખર્ચ થયો હતો. ઘરે થી કૉલેજ અને અન્ય કામ માટે તે આ સાઇકલનો જ ઉપયોગ કરે છે. રોજના 40 કિ.મી.નો પ્રવાસ સાઇકલ ઉપર કરે છે. આ સાઇકલ પ્રતિ કલાકના 30 કિ.મી.ની ઝડપે દોડે છે. જયારે હાઇવે ઉપર 35 કિ.મી.ની ઝડપે દોડે છે. આ સાઇકલથી પર્યાવરણની સુરક્ષા થાય છે. ચોમાસામાં પણ તેને કોઇ તકલીફ પડતી નહીં હોવાનું જણાવ્યું. સોલાર સાઇકલ બનાવીને પર્યાવરણના રક્ષા કરવા બદલ નીલને નેશનલ એવોર્ડ મળી ચુકયા છે. જેમાં વર્ષ 2021માં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ તરફથી અમદાવાદ ખાતે તેને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જયારે વર્ષ 2022માં રાષ્ટ્રીય બાલ વૈજ્ઞાનિક પ્રદર્શની તરફથી આસામના ગૌહાટી ખાતે તેને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2024ના ડેલ ટેકનોલોજી અને રેડિયોમીર્ચીનો પર્યાવરણની સુરક્ષા અંગેનો જોઇન્ટ કાર્યક્રમ હતો. જેમાં સમગ્રદેશમાંથી 1000 વ્યકિતઓને સેમી ફાયનલમાં પસંદ કરાયા હતા. જયારે ફાયનમાં પાંચ વ્યક્તિને પસંદ કરાયા, જેમા ગુજરાતમાંથી નીલ શાહ હતો. ગોવાના પણજી ખાતે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. 


ઇસરોમાં હાલ સેવા આપી રહેલા વૈજ્ઞાનિક નંબી નારાયણ કે જેઓના જીવન ઉપરથી રોકેટરી ફિલ્મ બની છે. તે અને મિસાઇલ મેન અબ્દુલ કલામ તેના પ્રેરણા સ્ત્રોત છે. નંબી નારાયણના જીવન ઉપરની ફિલ્મ જોઇને તે ખુબજ પ્રભાવિત હોવાનું નીલ શાહે જણાવ્યું. એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે તે બી.એસ.સી પૂર્ણ કર્યા બાદ આઇ.આઇ.ટીમાં જવા માટેની તૈયારીઓ પણ ચાલી રહી હોવાનું જણાવ્યું

Reporter: News Plus

Related Post