News Portal...

Breaking News :

માતા છત ઉપર સૂતી અને નીચે હવસખોર પિતા 13 વર્ષીય પુત્રીને પીંખતો.......

2024-05-03 15:39:12
માતા છત ઉપર સૂતી અને નીચે હવસખોર પિતા 13 વર્ષીય પુત્રીને પીંખતો.......


સુરતના વરાછા વિસ્તારમાં 32 વર્ષીય સાવકા પિતાએ 13 વર્ષીય પુત્રીને હવસનો શિકાર બનાવી હોવાની હિચકારી ઘટના પ્રકાશમાં આવી હતી. હવસખોરે બળાત્કાર સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું પણ કૃત્ય આચર્યું હતું. આ અંગે જાણ થતાં હવસખોર પતિને પત્નીએ માર માર્યો હતો. જેથી તેના ચહેરા સાથે હોઠ પણ સોજી ગયા હતા. હાલ તો પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી વધું કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, વરાછા વિસ્તારમાં રહેતી 13 વર્ષીય તરૂણીની તબિયત લથડી હતી. માતાએ કારણ પૂછતાં તેણે ગુપ્ત ભાગે થયેલી ઇજા બતાવી હતી. તેનું કારણ હતું સાવકા પિતા રામેશ્વર આશારામ કુશ્વાહા (ઉં.વ. 32) દ્વારા રાત્રે ગુજારવામાં આવેલો પાશવી બળાત્કાર. તરૂણીએ જણાવ્યું હતુ કે, મધરાત્રે બે વાગ્યે છત ઉપર સૂતેલાં તેના પિતા નીચેના રૂમમાં આવ્યા હતા અને તેને અડપલાં કરવાનું શરૂ કર્યું હતું.


બાજુમાં જ નાની બહેન અને બે સાવકા ભાઈઓ સૂતા હોવા છતાં પણ અવાજ કે પ્રતિકાર કરવાની હિંમત કરી શકી ન હતી. હવસખોર પિતાએ સવાર સુધી તેની સાથે વિકૃત વાસનાનો ખેલ ખેલ્યો હતો. ચારથી પાંચ વખત બળાત્કાર કરવાની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ આચરી વિકૃતિની હદ વટાવી હતી. માતા આ વાતથી વિફરી હતી અને હવસખોર બનેલાં પતિને વરાછા પોલીસ મથકે લઇ આવી હતી. તેની વિરૂદ્ધ બળાત્કાર અને સૃષ્ટિ વિરૂદ્ધનાં કૃત્ય બદલ ફરિયાદ નોંધાવતાં પોલીસે રામેશ્વર કુશ્વાહાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.



બિહારની વતની યુવતીનો પ્રથમ પતિ બે પુત્રીઓને જન્મ આપ્યા બાદ અન્ય યુવતી સાથે ભાગી ગયો હતો. બે પુત્રીઓને લઇ યુવતી સુરતમાં ભાઈને ત્યાં રહેતી હતી. 10 વર્ષ પહેલાં આ યુવતીએ રામેશ્વર કુશ્વાહા સાથે લગ્ન કર્યા હતા. તેના થકી સાત અને ચાર વર્ષના બે પુત્રો પણ થયા હતા. ગતરાત્રે દંપતિ છત ઉપર સુતું હતું, પરંતુ પતિ તેને ઊંઘતી છોડી નીચે સાવકી પુત્રીને ચૂંથી રહ્યાનું જાણી વિફરી હતી. આ હવસખોરને પત્નીએ માર મારી ચહેરો લોહીલુહાણ કરી નાંખ્યો હતો. જેને પગલે હવસખોરના હોઠ સહિતનું મોઢું સોજી ગયું હતું.

Reporter: News Plus

Related Post