યંગેસ્ટ ઓથર કેટેગરીમાં વિશ્વ સ્તરે ગેલેક્ટિક એલાઈસ બેસ્ટ સેલર બુક બની....
5 હજારથી વધુ કોપી પ્રિન્ટ થઈ, 13 ચેપ્ટરની બુક અનય શાહએ બે અઠવાડિયામાં પૂર્ણ કરી....
, Vadodara: શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતાં 10 વર્ષીય અનય અર્પિત શાહએ ગેલેક્ટિક એલાઈસ શીર્ષક હેઠળ માનવી અને એલિયનની મિત્રતા પર 40 પેજની બુક લખી છે. જે વિશ્વ સ્તરના પ્રિબુક પ્લેટફોર્મ પર બેસ્ટ સેલર પૈકી એક બની છે. જે વિશે અનયે જણાવ્યું હતું કે, મને બાળપણથી જ સ્પેસમાં ખૂબ જ રસ છે. હું સ્પેસ વિશે કંઈને કંઈ વિચાર્યાં કરતો હતો. મારી સ્કૂલમાં બુક લખવાનું કોમ્પિટિશન હતું. જેનાં ભાગરુપે મેં બુક લખવાની શરુઆત કરી હતી. બ્રિબુક પ્લેટફોર્મ પર બુક લખી શકાય છે, જેમાં ઈમેજથી લઈને અન્ય મદદ કરાય છે. મેં એલિયન અને માનવની મિત્રતા દર્શાવતી કહાની આ બુકમાં આલેખી છે.
જેમાં આર્યન નામનો છોકરો અચાનકથી બીજા ગ્રહ પર પહોંચી જાય છે અને ત્યાં તેની મિત્રતા બે એલિયન સાથે થાય છે અને તે બંને સાથે મળીને ત્યાં વસતાં મોનસ્ટરને હરાવે છે. મને આ બુક લખતાં બે અઠવાડિયાનો સમય લાગ્યો હતો. જે 13 ચેપ્ટરમાં વિભાજીત છે.
મારી બુક એમેઝોન ડોટ કોમ પર પણ મૂકાઈ છે. જ્યારે પ્રિબુક પ્લેટફોર્મ પર મારી બુક યંગેસ્ટ ઓથર કેટેગરીમાં સરાહના પામી છે. વિશ્વ સ્તરે 5 હજાર જેટલી બુકની કોપી વેચાઈ ચૂકી છે. મારે ભવિષ્યમાં વૈજ્ઞાનિક બનવું છે. નોંધનીય છે કે, અનયના પિતા અર્પિત શાહ અમેરિકામાં માઈક્રોસોફ્ટ કંપનીમાં સિનિયર કમ્પ્યુટર ઈજનેર તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે અને ગત વર્ષ 2022માં અમેરિકાને અલવિદા કહી વડોદરામાં પોતાના પરિવાર સાથે સ્થાયી થયાં છે.
અમેરિકામાં રહ્યાં બાદ પણ મારા સંતાનો ભારતની સંસ્કૃતિ ભૂલ્યાં નથી.... અનય પિતા અર્પિત શાહએ જણાવ્યું હતું કે, અમેરિકામાં રહ્યાં બાદ પણ મારા સંતાનો ભારતની સંસ્કૃતિ ભૂલ્યાં નથી. મારા બંને બાળકો માંજલપુર સ્થિત ચિન્મયાનંદ મિશનમાં ગીતા અભ્યાસ માટે જાય છે. અનયના મિત્રોને પણ તેનાથી બુક લખવાની પ્રેરણા મળી છે. તે અન્ય બાળકોની જેમ મોબાઈલ ગેમિંગ કે રીલ્સ જોવામાં ટાઈમ વેસ્ટ કરતો નથી. પરંતુ તે તેના સમયનો સદઉપયોગ કરી કંઈને કંઈ વાંચતો રહે છે. આગામી દિવસોમાં અનય પીએમ મોદીને મળે તે માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Reporter: News Plus