આજે રાજમહેલ રોડ, ઉંચી પોળમાં આવેલ જુની પાંજરાપોળ ખાતે પાર્શ્વનાથ ભગવાનના 18 અભિષેક કરવામાં આવ્યા હતા. જેમાં દેશભરમાંથી પવિત્ર નદીઓના જળ, સુગંધિત દ્રવ્યો તથા ઔષધિઓથી પરમાત્માનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે વિજય મુર્હૂતમાં વિધિકાર શિરિષભાઈ દ્વારા વિધિ વિધાનથી પુજન ભણાવવામાં આવ્યું હતું.
આ સંદર્ભે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે, જૈન શાસ્ત્ર મુજબ જિનાલયની ધજા ચડાવવાનું બહુ મોટું ફળ શાસ્ત્રકાર ભગવંતો એ બતાવ્યું છે. આજે સમસ્ત વડોદરા જૈન સંઘના મહામંત્રી ઉરેશભાઈના પરીવાર નાથાલાલ કોઠારી દ્વારા ધજા ચડાવવાનો લાભ લીધો હતો. જૈન સંગીતકાર રૂષભ દોશીએ સંગીતમય રીતે પુજામાં શાસ્ત્રીય સુર સાથે બધાને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.
આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, પરેશભાઈ, ભુપેન્દ્ર કોઠારી, રૂપેશભાઈ શાહ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં. ત્યારબાદ લાભાર્થી પરિવાર દ્વારા સંઘ સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ યોજાયો હતો. એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું
Reporter: News Plus