પાલિતાણા તાલુકામાં ગુરુવારે રાત્રીના ૯.ર૭ મીનીટના સમયે ૩.૭ની તીવ્રતાનો હળવો આંચકો આવ્યો હોવાનુ ઇન્સ્ટિટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ- ગાંધીનગરે જણાવેલ છે.
પાલિતાણાના આશરે ર૧ કિલોમીટર વિસ્તારમાં ધરતીકંપનો આંચકો આવ્યો હોવાનુ જાણવા મળેલ છે. પાલિતાણા તાલુકાના આદપુર, હસ્તગીરી-જાળીયા, ડુંગરપર તેમજ ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામના લોકોએ ધરતીકંપ અનુભવ્યો હતો. રથી પ સેકન્ટ માટે ભુકંપનો આંચકો આવ્યો હતો અને ધરા ધુ્રજી હતી તેથી ગ્રામજનો ઘરની બહાર દોડી આવ્યા હતાં. ધરતીકંપ આવતા ગ્રામજનોમાં ચર્ચાનો માહોલ જામ્યો હતો અને સરકારી તંત્રના કન્ટ્રોલ રૂમ પર જાણ કરવામાં આવી હતી,
ત્યારબાદ સરકારી તંત્રએ ગાંધીનગર પુછપરછ કરતા પાલિતાણા તાલુકામાં ધરતીકંપનો હળવો આંચકો આવ્યો હોવાની સત્તાવાર માહિતી મળી હતી. પાલિતાણા અને ગારિયાધાર તાલુકાના કેટલાક ગામમાં ધરતીકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો, જો કે હળવો આંચકો હોવાથી કોઈ વ્યકિતને નુકશાન થયુ ન હોવાનુ સુત્રોએ જણાવેલ છે.
Reporter: News Plus