મહાનગર પાલિકાના કતારગામ ઝોનમાં પાલિકા સંચાલિત સિંગણપોર સ્વીમિંગ પુલમાં દારૂની મહેફીલ થઇ હોવાનો ગંભીર આક્ષેપ સાથેનો વીડિયો વાયરલ થયો છે.
કેટલાક લોકોને સ્વીમિંગ પુલમાં દારૂની મહેફિલ થતી હોવાની વિગતો મળી હતી. તેઓએ સ્થાનિક કોર્પોરેટરને સાથે રાખીને સ્વીમિંગ પુલ પહોચ્યા હતા અને વિડીયો શુટીંગ શરૂ કરી દીધું હતું આ શૂટિંગ દરમિયાન પાલિકાના કેટલાક કર્મચારીઓ ભાગતા જોવા મળે છે અને તેઓ જે રૂમમાં બેઠા હતા ત્યાં દારૂની બોટલ અને ચખણાની ડીશ જોવા મળે છે. આ પાર્ટીમાં 5થી વધુ લોકો સામે હતા.
સ્થાનિક કોર્પોરેટરને જ્યારે આ દારૂ પાર્ટીની જાણ થઈ તો તેઓ કેટલાક લોકો સાથે મળીને ત્યાં પહોંચી ગયા હતા. જોકે વીડિયો બનતો જોતા જ દારૂ પાર્ટીમાં સામેલ કર્મચારીઓએ દોટ મૂકી હતી. વીડિયો ઉતારનાર વ્યક્તિનો એવો દાવો છે કે વીડિયોમાં દેખાતી દારૂની બોટલો પણ ગાયબ કરી દેવામાં આવી હતી. આ સમગ્ર કિસ્સામાં પાલિકા અને પોલીસ તટસ્થ તપાસ કરે તેવી માગણી થઈ રહી છે.
Reporter: News Plus