News Portal...

Breaking News :

મહુડી ભાગોળ વિસ્તારમાં બંધ મકાનમાં આગ લાગી

2025-01-18 18:32:24
મહુડી ભાગોળ વિસ્તારમાં બંધ મકાનમાં આગ લાગી


ડભોઈ: મહુડી ભાગોળ વિસ્તારમાં રહેતા અશોકભાઈ મોતીભાઈ સોલંકી પતરાંના બંધ મકાનમા કોઈ કારણોસર આગ લાગતા તેમાં રહેલો મંડપનો સામાન બળી ને ખાક થઈ ગયો હતો 


જ્યારે કે બંધ મકાન હોય કોઈ જાનહાની થઈ નથી ડભોઈ નગર પાલિકાના ફાયર ફાઈટરને જાણ કરતાં તાત્કાલિક ફાયર ફાઈટર આવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ થી કેટલું નુકસાન થવા પામ્યું છે જાણવા મળ્યું નથી.ડભોઇ મહુડી ભાગોળ પાસે આવેલા હરીજનવાસમાં અશોકભાઈ મોતીભાઈ સોલંકી ના કાચા મકાનમાં મંડપનો સામાન રાખતા હતા 


આજરોજ સવારે એકાએક કોઈ કારણસર આગ લાગતા આજુબાજુના રહીશો દ્વારા આગને કાબુ મેળવવા પાણીનો છંટકાવ કરવા નું શરૂ કર્યું હતું જ્યારે કે નગરપાલિકાને તાત્કાલિક ખબર આપતા ફાયર ફાઈટર આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં મેળવી હતી આગને કારણે કેટલું નુકસાન થયું છે તે જાણવા મળ્યું નથી.

Reporter: admin

Related Post