News Portal...

Breaking News :

આજ રોજ નુતન વિદ્યાલય સુભાનપુરા ખાતે વિધ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો

2025-01-18 17:10:41
આજ રોજ નુતન વિદ્યાલય સુભાનપુરા ખાતે વિધ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો


યુનિવર્સિટી ના પુર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણિતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે સરકાર દ્વારા CSR પ્રવ્રુત્તિઓ માં કોર્પોરેટ કંપનીઓ તથા બેંકો વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય છે તથા ગરીબોના કલ્યાણની વિવિધ યોજનાઓમાં ફંડ આપતા હોય છે. 


નુતન વિદ્યાલયના પ્રિન્સિપાલ તથા ગુજરાત સરકાર દ્વારા બેસ્ટ પ્રિન્સિપાલ એવોર્ડ વિજેતા ઘનશ્યામભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે આજે અમારી નૂતન વિદ્યાલય, સુભાનપુરા તથા સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના સહયોગ થી શાળાની વિદ્યાર્થીઓને સાયકલ વિતરણનું આયોજન કર્યું હતું. જેમા શાળાના સાયકલ વિતરણ એચ.આર.ડીપાર્ટમેંટના હેડ કમલેશભાઈ સોલંકી, અનુરાગજી અને શાળાના આચાર્ય ડો. ઘનશ્યામભાઈ ચાવડાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતુ. શાળાની 14 જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામા આવી હતી. 


અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિન્સિપાલ ઘનશ્યામભાઈ ચાવડા છેલ્લા નવ વર્ષથી વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ, નરેન્દ્ર મોદીના એક છોડ માં કે નામ કાર્યક્રમ પહેલાં થી દરેક વિદ્યાર્થીએ પ્રેરણા આપી છોઙ ના રોપા વિતરણ તથા પર્યાવરણની રક્ષા કરવા પ્લાસ્ટિક પર નો પ્રતિબંધ અસરકારક બને તે માટે કાપક્ળ થી થેલી બનાવી વિતરણ કરી સમાજમાં ઉદાહરણ પૂરું પાડી રહ્યાં છે. આજે શાળાના ગરીબ વિદ્યાર્થીઓને સાયકલ મળી રહે તે માટે SBI Bank ના સહયોગ થી જરુરીયાતમંદ વિદ્યાર્થીઓને સાયકલ અપાવી બીજી બેંકો પણ આવા કાર્યક્રમ માં જોડાઈને પોતાનું યોગદાન આપે તે માટે આહવાન કર્યું હતું તેમ યુનિવર્સિટીના પુર્વ સેનેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન તથા સંચાલન મુકેશભાઇ રાણા સાહેબે કર્યુ હતુ.

Reporter: admin

Related Post