શિયાળાની ઋતુમાં દ્રુજાવતી ઠંડી ને ધ્યાનમાં રાખીને સતત ચોથા વર્ષે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ) દ્વારા નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને ધાબળા વીતરણ કરી પોતાની આગવી 'સેવાની હુંફ' આપવાનો સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ અભિયાન અંતર્ગત વિવિધ અશકતા આશ્રમ, ઘરડાઘર, અનાથ આશ્રમ સહીત ના આશ્રમોમાં, નર્મદા પરિક્રમા કરતા ભાવિક ભક્તો ને વીતરણ કરવામાં આવી રહયા છે. આ ઉપરાંત સત્તત એક મહિના સુધી મંડળના કાર્યકરો રાત્રીના વિવિધ વિસ્તારોમાં ફરી નિરાધાર લોકોને ધાબળા ઓઢવવામાં આવશે.

આ અભિયાન અંતર્ગત ૫૦૦૦ ધાબળા નું વિતરણ કરવામાં આવનાર છે. આ સેવા યજ્ઞ અમેરિકા માં વસતા વડોદરા ના ગ્રુપ ના સહયોગથી ચલાવવામાં આવી રહયો છે.

Reporter: admin