વડોદરા : બ્રીજના નીચે કન્સ્ટ્રકશન સાઇડના રોડ પાસે રાત્રી ના ૧૨:૦૦ થી ૧૨:૩૦ કલાકે સંસ્થા ને મગર માટે કોલ આવતા આ મગર ૭ થી ૮ ફૂટ લંબાઇનો આવી જતા ત્યાં ના બ્રિજની નીચે રહેતા શ્રમિકોમાં ડરનો માહોલ સર્જાતાં તેઓએ સાંઈ દ્વારકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ પટેલ ને ફોન કરી જાણ કરતા તેવો ખુબજ ઝડપે ટીમ સાથે પોહચી ગયા તો ત્યાં સેવ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ના સંદીપભાઈ પોહચી ગઈગયેલ હતા અને લાઇફ વીથ લાઇફ લાઇન ફાઉન્ડેશન સંસ્થાના સન્ની ભાઇ ની ટીમ અને ગુજરાત પ્રાણી કુર્તા નીવારણ સંસ્થાના વોલીયનટર પણ હતા સૌ સંસ્થાઓ મળીને આ મગર ને ભારે જેહમદ બાદ ખુબજ સારી રીતે રેસ્ક્યું કરી લીધેલ હતો અને આ મગરને વન વિભાગના જીજ્ઞેશ ભાઇ અને તેઓની ટીમને સોંપી દીધેલ હતો.
Reporter: admin