મુંબઈ : બોલિવૂડ પ્રોડ્યુસર એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર વિરુદ્ધ મુંબઈમાં POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ મામલો OTT પ્લેટફોર્મ 'Alt Balaji'ની વેબ સિરીઝ 'ગંદી બાત'ની સિઝન 6 સાથે સંબંધિત છે. એકતા અને તેની માતા પર આ વેબ સિરીઝમાં સગીર છોકરીઓનાં વાંધાજનક દૃશ્યો ફિલ્માવવાનો આરોપ છે. જો કે, આ વિવાદાસ્પદ એપિસોડ હાલમાં આ એપ્લિકેશન પર સ્ટ્રીમિંગ નથી.એક સ્થાનિક નાગરિકે ભૂતપૂર્વ ઓલ્ટ બાલાજી નિર્માતા એકતા અને તેની માતા શોભા વિરુદ્ધ મુંબઈના બોરીવલીમાં MHB પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.મહાપુરુષો અને સંતોનું પણ અપમાન કર્યું આ સાથે વેબ સિરીઝમાં સિગારેટની જાહેરાતનો ઉપયોગ કરીને મહાપુરુષો અને સંતોનું અપમાન કરવામાં આવ્યું હતું. જેના કારણે ફરિયાદીની લાગણીને પણ ઠેસ પહોંચી હતી.
આ રીતે, પોક્સો એક્ટ સિવાય, IT એક્ટ 2000, વુમન પ્રોહિબિશન એક્ટ 1986 નું ઉલ્લધન કર્યું છે.આ સાથે વેબ સિરીઝમાં સિગારેટની જાહેરાતનો ઉપયોગ કરીને મહાપુરુષો અને સંતોનું અપમાન કરવામાં આવ્યું હતું. જેના કારણે ફરિયાદીની લાગણીને પણ ઠેસ પહોંચી હતી. આ રીતે, પોક્સો એક્ટ સિવાય, IT એક્ટ 2000, વુમન પ્રોહિબિશન એક્ટ 1986 અને સિગારેટ-અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ 2003 જેવા કાયદાઓનું પણ સિરીઝમાં ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.જો કે હજુ સુધી આ મામલે એકતા કપૂર કે શોભા કપૂર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. હાલમાં જ બાળકો પર બનેલી અશ્લીલ ફિલ્મો પર કોર્ટની ટિપ્પણી બાદ બંને વિરુદ્ધ આ કેસ નોંધવામાં આવ્યો છે.
Reporter: admin