News Portal...

Breaking News :

રાપરમાં બે જૂથ વચ્ચે લોહીયાણ ધીંગાણું સર્જાયું

2024-12-26 09:38:12
રાપરમાં બે જૂથ વચ્ચે લોહીયાણ ધીંગાણું સર્જાયું


ગાંધીધામ: રાપરમાં બે જૂથ વચ્ચે લોહીયાણ ધીંગાણું સર્જાયું છે. જેમાં અગાઉ થયેલા ઝગડાનું મનદુઃખ રાખી પાંચ શખ્સોએ પ્રાણઘાતક  હથિયારો વડે રાપરણા બગીચા પાસે મારી નાખવાનાં ઇરાદે હુમલો કર્યો હતો. 


જેમાં લાકડાનાં ધોકા અને લોખંડનાં પાઇપ વડે યુવાનને બેફામ મારમારી હાથ અને પગનાં ભાગે ફ્રેક્ચર સહીતની ઈજાઓ પહોંચાડી હતી. સામા પક્ષે ૩ મહિલા સહીત ૧૭ શખ્સો ગેરકાયદે મંડળી રચી સામા પક્ષનાં યુવાનની દુકાને જઈ દુકાનનાં શટરમાં પાવડાનો હાથો અને ત્રિકમ મારી નુકશાન કર્યું હતુ અને શટર ઉપર પેટ્રોલ છાંટી દુકાનને આંગ ચાંપી દીધી હતી. તમામ શખ્સો યુવાનના ઘરમાં ઘુસી ઘરમાં પાર્ક બે કારનાં આગળ - પાછળ અને સાઈડનાં તમામ કાચ તોડી દીધા હતા. રાપર પોલીસ મથકે સામસામે ત્રણ મહિલા સહીત બાવીસ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.રાપરમાં રહેતા કાનજીભાઈ ગોરાભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, ફરિયાદીનાં  ભાઈ લક્ષ્મણભાઈ અને ભત્રીજા સુંદરભાઈનું આરોપીઓ રામજી પુરિાણા, પ્રભુ રામજી પિરાણા, રાજુ રામજી પિરાણા અને દિનેશ રામજી પિરાણા સાથે અગાઉ ઝઘડો થયો હતો.


 જે બાબતનું મનદુઃખ રાખી તમામ આરોપી ઉપરાંત ભાવેશ દયારામ અખિયાણી ગેરકાયદેસર રીતે મંડળી બનાવી અને પ્રાણ ઘાતક હથિયારો ધારણ કરી રાપરની સામે આવેલી ફૂડ ગેલેરી નામની દુકાન આગળ જમવાનું પાર્સલ લેવા આવેલા ફરિયાદી અને તેની સાથે મહેશભાઈ સામાભાઈ કોળી પર તમામ શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં પાંચેય શખ્સોએ ફરિયાદીને ગાળો આપી જાતિ સૂચક શબ્દો બોલી મારી નાખવાના ઇરાદે લાકડાનાં ધોકા અને લોખંડનાં પાઇપ વડે હુમલો કરી ફરિયાદીને લોખંડનાં પાઇપ વડે બેફામ મારમારી ફરિયાદીને હાથ અને પગનાં ભાગે ફ્રેક્ચર સહીતની ઈજાઓ તેમજ માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી પાંચેય આરોપી નાસી ગયા હતા.

Reporter: admin

Related Post