News Portal...

Breaking News :

દારુ માફિયા નિલુ સિંધી સહિત 5 બુટલેગરોને 8 દિવસના રિમાન્ડ

2025-05-20 10:38:32
દારુ માફિયા નિલુ સિંધી સહિત 5 બુટલેગરોને 8 દિવસના રિમાન્ડ


સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા તાજેતરમાં જ ગુજરાતમાં ગેરકાયદે દારૂનો વેપલો ચલાવતી 13 બુટલેગરોની સિન્ડીકેટ સામે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. જેમાં આજે વડોદરાના લીકર કિંગ ગણાતા નિલુ સિંધી સહિત 5 બુટેલગરોને કોર્ટમાં રજૂકરીને 30 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.



આ પહેલા વડોદરાના બુટલેગર જીગો ઉર્ફે રવિ ચામડો, છબીલનાથસિંહ ઉર્ફે પ્રદિપ રાજાને સ્ટેટ મોનિટરીંગ સેલે વડોદરાની કોર્ટમાં રજૂકરી 19 મે સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. જે આજે પૂર્ણ થતા બંનેને કોર્ટમાં રજૂ કરતા બંનેને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવા હુકમ કરાયો હતો. બીજી તરફ લીકર કિંગ નિલેશ નાથાણી ઉર્ફે નિલુ સિંધીનો ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવી આજરોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં નિલુ સિંધી સહિત ઓમપ્રકાશ બિશ્નોઇ, જગ્દીશ બિશ્નોઇ અને સુનિલ બિશ્નોઇને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. જ્યાં પોલીસે તમામના 30 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે, કોર્ટે નિલુ સિંધી સહિત ચારેયના આગામી 26મી મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે આ ગેંગના સુરેશ બિશ્નોઇના આજે રિમાન્ડ પૂર્ણ થતા તેને પણ કોર્ટમાં રજૂ કરી પોલીસે વધુ રિમાન્ડની અરજી કરી હતી. જેથી, કોર્ટે સુરેશના પણ આગામી 26મી મે સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં રાજસ્થાનના કુખ્યાત બુટલેગર અશોક બિશ્નોઇ અને તેના સાગરિતો દ્વારા પરપ્રાંતમાંથી મોટાપાયે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ રાજ્યના વિવિધ શહેરોના બુટલેગરોને પહોંચાડવામાં આવતો હોવાથી છેલ્લા ઘણાં સમયથી ચાલતી આ પ્રવૃત્તિ સામે પોલીસે પગલાં લીધા હોવા છતાં તે બેરોકટોક ચાલતી હોવાથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આ ટોળકી સામે ગુજસીટોક હેઠળ શનિવારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.



સ્ટેટ મોનોટરીંગ સેલે અશોક પુનમારામ પંવાર(બિશ્નોઇ) (રહે.સાંગડવા, તા.ચિતલવાના, જિ.ઝાલોર) તથા નિલેશ ઉર્ફે નિલુ ઉર્ફે ભઇજી હરેશભાઇ નાથાણી (સીંધી) (રહે. ખોડીયારનગર, ન્યુ વી.આઇ.પી.રોડ) તથા તેના સાગરીતો ઘેવરચંદ ભાગીરથરામ બિશ્નોઇ (રહે.કરવાડા ગામ તા.રાણીવાડા જી.સાંચોર), નારાયણ ઉર્ફે નરેશ ભારમલજી બિશ્નોઇ (રહે.કરવાડા ગામ તા.રાણીવાડા જી.સાંચોર), શ્રવણકુમાર કિશ્નારામ બિશ્નોઇ (રહે.સાંગડવા, તા. ચિતલવાના, જિ.ઝાલોર), રવિ ઉર્ફે જીગો ચામડો ઠાકોરભાઇ માછી (રહે. ઘર નં.116, સ્લમ ક્વાટર્સ, નાલંદા પાણીની ટાંકી સામે, વાઘોડીયા રોડ), રવિ નાઉમલ કુકડેજા (રહે.531, માધવનગર, સાગર સ્ટુડીયોની સામે, આજવા રોડ), ધવલ પુનમારામ બિશ્નોઇ (જાની) (રહે.કાછેલા બગસડી, તા.ચિતલવાના,જિ.ઝાલોર), સુનીલ ભેરારામ બિશ્નોઇ (કાવા) (રહે.રોહીલા પુર્વ, (લુખ) તા.ધોરીમન્ના, જિ.બાડમેર), ઓમપ્રકાશ પુનમારામ પંવાર (બિશ્નોઇ) (રહે.સાંગડવા, તા.ચિતલવાના, જિ.ઝાલોર), જગદીશ ઉર્ફે જે.ડી. પપુરામ સાહુ (બિશ્નોઇ), રહે.મેઘાવા, તા.ચિતલવાના, જિ.ઝાલોર), સુરેશ ઉર્ફે રોહીત ક્રિષ્ણારામ બિશ્નોઇ, રહે.ગામ બારૂડી, તા.ધોરીમન્ના, જિ.બાડમેર) અને છબીલનાથસિંહ ઉર્ફે પ્રદિપ રાજા કૌશલસિંહ રાજપુત (રહે. 35, સ્નેહ કુંજ સોસાયટી, નુતન નાગરીક બેંકની બાજુમાં, ઇસનપુર, અમદાવાદ) સંગઠીત ગુનામાં ટોળકી બનાવી ગુનાઓ આચરેલ છે.

Reporter: admin

Related Post