વડોદરા : દિલ્હી કસ્ટમ ઓફિસર, દિલ્હી વસંત કુંજ સાઉથ પોલીસ સ્ટેશનના અધિકારી તથા સીબીઆઇ ચીફની ઓળખાણ આપીને ફરિયાદીને આરોપીઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે તમારા પાર્સલમાંથી 16 નકલી પાસપોર્ટ, 58 એટીએમ કાર્ડ અને 140 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે.
તમારી સામે હ્યુમન ટ્રાફિકિંગ તથા મને લોન્ડરીંગના કેસ દાખલ થયા છે.ત્યારબાદ આરોપીઓએ સીબીઆઈનું બોગસ કોન્ફીડન્સીયલ એગ્રીમેન્ટ ફરિયાદીને મોકલી રેડ કરવાની ધમકી આપી હતી અને ફરિયાદીના એકાઉન્ટમાંથી 23.50 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. જે અંગે સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.
પાણીગેટ પોલીસે મળેલી માહિતીના આધારે આ ગુનામાં સંડોવાયેલો અને વોન્ટેડ આરોપી શાહરુખ ઉર્ફે સલમાન સબીર મીયા મનસુરી (રહે હૈદરી ચોક બાવા માનપુરા પાણીગેટ) ને ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ માટે સુરત પોલીસને સુપ્રત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: