વડોદરાના માંજલપુર વિસ્તારના તત્કાલીન ધારાસભ્ય અને સ્વર્ગસ્થ યોગેશ પટેલની વર્ષ 2024-25ની ભલામણ આજે બે વર્ષ બાદ પણ મંજૂરીની રાહ જોઈ રહી છે. એનિમલ રેસ્ક્યૂ વાન માટેની દરખાસ્ત હવે વર્ષ 2026માં સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે મૂકવામાં આવી છે. અહીં સૌથી મોટો અને ગંભીર સવાલ એ છે કે, વર્ષ 2024માં ભલામણ કરાયેલા એક વાહનને મંજૂરીની પ્રક્રિયા સુધી પહોંચવામાં બે વર્ષ કેમ લાગ્યા?
ભલામણ કોઈ સામાન્ય વ્યક્તિ કે કોર્પોરેટરની નહોતી. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે સ્થાનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એનિમલ રેસ્ક્યૂ વાન માટે ભલામણ કરી હતી. પરંતુ આ દરખાસ્તનું વહીવટી ગતિચક્ર એવું રહ્યું કે ભલામણ કરનાર ધારાસભ્ય આજે આ દુનિયામાં નથી અને હવે માંજલપુરના નવા ધારાસભ્ય તરીકે સતિષ પટેલ જવાબદારી સંભાળી રહ્યા છે.
હવે સવાલ એ છે કે, યોગેશ પટેલે જે જરૂરિયાત વર્ષ 2024માં જોઈ હતી, તે જરૂરિયાત બે વર્ષ બાદ પણ એટલી જ તાત્કાલિક છે કે કેમ? જો હતી તો આટલો સમય ક્યાં ગયો? દરખાસ્તને આગળ ધપાવવામાં વહીવટી તંત્રના પૈડા કેમ અટકી ગયા?

એનિમલ રેસ્ક્યૂ વાન માટે રૂ. 19.27 લાખના ખર્ચની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે. પરંતુ હાલ પણ આ દરખાસ્ત માત્ર મંજૂરીના તબક્કે છે. હજુ સ્થાયી સમિતિમાં ચર્ચા થશે, સભામાં બહુમતીથી મંજૂરી મળશે તો આગળની પ્રક્રિયા શરૂ થશે, ત્યારબાદ વર્ક ઓર્ડર અપાશે અને પછી વાનનું ફેબ્રિકેશન અને સપ્લાય પૂર્ણ થશે.
એટલે સાચો પ્રશ્ન માત્ર એટલો નથી કે વાન ક્યારે આવશે. પ્રશ્ન એ છે કે જે કામ વર્ષ 2024માં જરૂરી હતું, તેની શરૂઆત વર્ષ 2026ના અંત તરફ પણ મંજૂરીની રાહમાં કેમ છે?
વિકાસ એટલે જરૂરિયાત ઓળખાય એટલે આયોજન, આયોજન થાય એટલે તાત્કાલિક પ્રક્રિયા અને સમયસર કામ પૂર્ણ. પરંતુ અહીં તો ગાડી આગળ વધે તે પહેલાં જ જાણે હેન્ડબ્રેક મારી દેવામાં આવી હોય તેવી સ્થિતિ છે.
બે વર્ષ સુધી ફાઇલ કયા ટેબલ પર અટકી રહી? કઈ પ્રક્રિયા અધૂરી રહી? જવાબદારી કોની હતી? અને આ વિલંબ માટે જવાબદાર કોણ?
વડોદરા મહાનગરપાલિકાએ હવે આ દરખાસ્તને મંજૂરી માટે મૂકી છે, પરંતુ મંજૂરી મોડી મળવી એ પણ વિકાસની કિંમત વધારતી પ્રક્રિયા છે. બે વર્ષમાં જરૂરિયાતો બદલાઈ શકે, ખર્ચ વધી શકે અને સૌથી મહત્વની વાત એ છે કે જનતાને મળનારી સુવિધા અટકી રહે.

આ માત્ર એક એનિમલ રેસ્ક્યૂ વાનની વાત નથી. આ શહેરના વિકાસકાર્યોની વહીવટી ગતિનો સવાલ છે. જો ધારાસભ્ય સ્તરની ભલામણને મંજૂરીના દરવાજા સુધી પહોંચવામાં બે વર્ષ લાગી જાય તો સામાન્ય વિકાસકામોની ફાઇલો કેટલી ઝડપથી આગળ વધતી હશે?
હવે સ્થાયી સમિતિએ માત્ર દરખાસ્ત મંજૂર કરવી એટલું પૂરતું નથી. બે વર્ષના વિલંબનો હિસાબ પણ માંગવો પડશે. કારણ કે હેન્ડબ્રેક મારીને, ગાડીને ધક્કા મારી આગળ ધપાવવાને વિકાસ નથી કહેવાતો...
Reporter: admin