સમાજ ના વડીલો પ્રત્યે દરેક નાગરિક અને ખાસ કરી ને યુવાનો ની વિશેષ જવાબદારી છે
સમાજ ના વડીલો પ્રત્યેની આ જવાબદારી નિભાવતા આનંદ આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ ના અનેકો સેવકો વડોદરામાં આવેલા સિનિયર સિટીઝન હોમ્સ ને આધ્યાત્મિક સેવાઓ છેલ્લા ગયા ૧૦ વર્ષ થી સતત આપતા આવ્યા છે. સ્વાભાવીક વાત છે કે જે રીતે અમે અમારા વડીલો ને આજે ટ્રીટ કરીશુ તે જ કાલે અમારા સૌ ઉપર પણ આવવાનું છે. આ સત્ય હકીકત જાણતા યુવાનો અને આનંદ આશ્રમ ના વોલિન્ટર્સ સાથે મળીને તાજેતરમાં આ સેવા કાળજી કેર સેન્ટર ખાતે યોજાઈ. આ સેવામાં આનંદઆશ્રમ ના સ્વયંસેવકો હેમાબેન રાયજાદા, અનિતાબેનશિવનાની, મંગલમ એસ ઐયર.તથા ઇન્ટર્ન જોડાયા હતા.
Reporter: News Plus