અમદાવાદ : કોરોનાનો ફરી એકવાર કહેર શરૂ થયો છે. દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થાય છે. અમદાવાદમાં એક જ દિવસમાં 20 કોરોનાના કેસો નોંધાયા છે. અત્યારે કોરોનાના કુલ 31 એક્ટિવ કેસ છે. કોરોનાના દર્દીઓને સામાન્ય તાવ કફ અને શરદીના લક્ષણો જોવા મળ્યા છે.
અમદાવાદ શહેરમાં 21 મેના રોજ સાત જેટલા કોરોનાના કેસ નોંધાયા હતા. હવે આ આંકડો ડબલ થઈ ગયો છે. અમદાવાદ શહેરમાં આંકડો વધીને 13 ઉપર પહોંચ્યો છે. એકલા અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસ 11 થયા છે જ્યારે અમદાવાદ ગ્રામ્ય અને રાજકોટ શહેરમાં એક-એક નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય અને રાજકોટ શહેરમાં એક-એક નવા પોઝિટિવ કેસ ગુજરાતમાં કોરોનાના કેસ એક જ દિવસમાં બમણાં જેટલા થયા છે, અત્યાર સુધીમાં એક્ટિવ કેસ સાત હતા, જે હવે 13 ઉપર પહોંચ્યો છે. અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસ 11 થયા છે જ્યારે અમદાવાદ ગ્રામ્ય અને રાજકોટ શહેરમાં એક-એક નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ સાત હતા, જે વધીને 13 થયા છે. આ તરફ જો કોવિડના કેસ વધે તેવી સ્થિતિમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહેલેથી જ સજ્જ છે, 1200 બેડની હોસ્પિટલમાં તમામ બેડ ઓક્સિજનથી સજ્જ છે, અહીં 20 હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક કોવિડના સમયગાળાથી જ ઊભી કરવામાં આવી હતી. શરદી ખાંસી ઉધરસ જેવા કોઈ લક્ષણો જણાય તો નજીકની હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ.સોલા સિવિલ હોસ્પીટલમાં 20 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ નીકળી છે. દર્દી હાલ સારવાર હેઠળ ઓક્સિજન ઉપર સારવાર અર્થે છે. 20 વર્ષીય યુવતીનો ICMR રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દીને શ્વાસ ચઢવો, તાવ આવવાની સમસ્યા થતા રિપોર્ટ કરવવામાં આવ્યો હતો. કોરોનાને લઇ સોલા સિવિલ હોસ્પિટલમાં વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આઈસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. કોરોના માટે દવા, ઓક્સિજન અને ઇન્જેક્શન પણ તૈયાર કરવામાં આવ્યા છે.કોરોનાને કારણે ગુજરાતમાં અમદાવાદમાં બે વર્ષની બાળકી સહિત કુલ 11 કોવિડ પોઝિટિવ કેસ છે. નવરંગપુરા, ગોતા, બોપલ, નિકોલ, વટવા, નારોલ, દાણીલીમડા, બહેરામપુરા સહિતના વિવિધ વોર્ડમાં કોવિડ પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે.
Reporter: admin