News Portal...

Breaking News :

નડિયાદમાં હોટલના કમ્પાઉન્ડમાં આઈશરમાં જુગાર રમતા ૧૭ શખ્સો ઝડપાયા

2025-01-21 09:12:31
નડિયાદમાં હોટલના કમ્પાઉન્ડમાં આઈશરમાં જુગાર રમતા ૧૭ શખ્સો ઝડપાયા


નડિયાદ : ખેડા એલસીબીએ નેશનલ હાઈવે નં.૪૮ ઉપર માતરના સંધાણા ગામે હોટલના કમ્પાઉન્ડમાં આઈશરમાં પત્તાપાનાનો જુગાર રમતા ૧૭ શખ્સોને ઝડપી પાડયા હતા. 


તમામને નડિયાદ એલસીબી કચેરીએ લાવી પુછપરછ કરતા ટ્રક ચાલક ભાડેથી ટ્રક લાવ્યો હોવાનું ખૂલ્યું હતું. એલસીબીએ રોકડ, મોબાઈલ સહિત રૂ.૪.૫૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી માતર પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નેશનલ હાઈવે નં.૪૮ ઉપર સંધાણા ગામમાં ખેડા એલસીબીએ રવિવારે રાત્રે દરોડો કરતા એક હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી આઈશરમાં કેટલાક શખ્સો પત્તાપાનાનો જુગાર રમી રહ્યા હતા. 


એલસીબીએ સોહેલખાન ઉર્ફે મુરઘી ઇનાયતખાન પઠાણ, જુનેદમીયા અલાઉદ્દીનમિયા મલેક, યાસીનખાન ઉર્ફે નાગીન મહેબુબખાન પઠાણ, શાહિદખાન અસદખાન પઠાણ, આશિકબેગ નાસીરબેગ મિર્ઝા, સલમાનખાન ઉર્ફે ભોલુ સબીરખાન પઠાણ, સાજીદ અલ્લુભાઇ ચૌહાણ, શાહરૂખખાન સબીરખાન પઠાણ, વાજીદખાન ઈબાદખાન પઠાણ, જાવેદખાન અકમરખાન પઠાણ, નદીમખાન ઉર્ફે નદુ મૂર્તુજાખાન પઠાણ, વાજીદખાન સાજીદખાન પઠાણ, અરબાઝખાન નાસીરખાન પઠાણ, મદુસર મૂર્તુજાખાન પઠાણ, ફરહાનખાન નવાબખાન પઠાણ, સાહિલખાન સમીરખાન પઠાણ અને આફતાબખાન દોલતખાન પઠાણ (તમામ રહે.બાકરોલ, જિ.આણંદ)ને જુગાર રમતા ઝડપી પાડયા હતા. શખ્સોની પુછપરછમાં ટ્રક ચાલક વાજીદખાન પઠાણ આ ટ્રક ભાડેથી લાવ્યો હોવાનું ખૂલ્યું હતું. એલસીબીએ રૂ. ૨૬,૪૦૦ રોકડ, ૧૧ મોબાઈલ અને આઈશર મળી કુલ રૂ.૪,૫૧,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી માતર પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.

Reporter: admin

Related Post