વડોદરાના તાંદલજા વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર-22ના પ્લોટ નંબર-90ને લઈને એક મોટો સવાલ ફરી ઊભો થયો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના આશરે 978 ચોરસ મીટરના પ્લોટ પર વર્ષ 2012થી દબાણ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કોર્પોરેશનના કમિશનરથી લઈને મેયર અને સ્થાયી સમિતિ સુધી પત્રો પહોંચાડ્યા છે, છતાં સૌથી મોટો સવાલ એ છે કે જો દબાણનો આક્ષેપ સાચો છે તો વડોદરા કોર્પોરેશન હજુ સુધી કાર્યવાહી કેમ નથી કરતી?
14 વર્ષથી જાહેર મિલકત પર કબજો હોવાનો દાવો થાય, કરોડો રૂપિયાની સંભવિત વસૂલાતનો મુદ્દો ઊઠે અને છતાં તંત્ર માત્ર ફાઇલોના પાનાં ફેરવતું રહે તો વડોદરાના નાગરિકો સવાલ તો કરશે જ. કોર્પોરેશનની જમીન પર કોઈ સામાન્ય નાગરિક થોડા દિવસ માટે કબજો કરે તો તંત્ર તાત્કાલિક નોટિસ અને દબાણ હટાવવાની કાર્યવાહી કરે છે, પરંતુ આટલા વર્ષોથી ચાલતા આક્ષેપો સામે તંત્રની કાર્યવાહી ક્યાં છે?

તાંદલજા ટીપી-22નો પ્લોટ નંબર-90 વર્ષ 2012થી દબાણ હેઠળ છે. આશરે 978 ચોરસ મીટરનો આ પ્લોટ કોર્પોરેશનની માલિકીનો હોવાનું જણાવાયું છે. જો આ આક્ષેપમાં સત્યતા છે તો 14 વર્ષ સુધી કોર્પોરેશનના અધિકારીઓ શું કરતા રહ્યા?
વર્ષ 2012થી 2026 સુધીના સમયગાળામાં કેટલા અધિકારીઓ આ વિસ્તાર અને આ વિભાગમાં બદલાયા? કેટલા સર્વે થયા? કેટલી નોટિસ આપવામાં આવી? કેટલી વખત દબાણ હટાવવાની કાર્યવાહીનો નિર્ણય લેવાયો?
આ મામલે યુસુફખાન મહેમુદખાન પઠાણ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એલ.પી.એ. નંબર 7274/2026ની સુનાવણી દરમિયાન કેસ પરત ખેંચવાની અરજી કરવામાં આવી હતી. અરજી બાદ હાઈકોર્ટે કેસને એડમિશન સ્ટેજે જ ડિસ્પોઝ કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ કોર્પોરેશનના અધિકારીઓ કોર્ટના સત્તાવાર ઓર્ડરની રાહ જોઈ રહ્યા હોવાનું કહી રહ્યા છે. ઓર્ડર મળ્યા બાદ તેનો અભ્યાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવો જવાબ આપવામાં આવી રહ્યો છે.
પરંતુ અહીં પણ સવાલ છે કે કોર્ટનો ઓર્ડર મળ્યા બાદ જ કોર્પોરેશન દબાણની તપાસ કરશે કે વર્ષોથી થયેલી ફરિયાદો પર કોઈ સ્વતંત્ર કાર્યવાહી પણ કરવામાં આવશે? જાહેર મિલકતની સુરક્ષા માટે કોર્પોરેશન પાસે પોતાનો કાયદેસર મિકેનિઝમ છે. જો દબાણ હોવાનો આક્ષેપ હોય તો માપણી, માલિકીના દસ્તાવેજો, સ્થળ તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરીને તથ્ય બહાર લાવવાની જવાબદારી કોર્પોરેશનની છે. કોર્ટ કેસનો અર્થ એ નથી કે કોર્પોરેશન પોતાના પ્લોટની સુરક્ષા અંગે હાથ પર હાથ ધરીને બેસી રહે.
કોર્પોરેશન સમક્ષ રજૂઆત કરીને પ્લોટની હરાજી ન કરવાની માંગ કરી હતી. દબાણ ધરાવતા પ્લોટને હરાજીમાં મૂકવાથી સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા અને સ્પર્ધાત્મકતા સામે સવાલ ઊભા થાય છે.
978 ચોરસ મીટરના પ્લોટનો વર્ષો સુધી ઉપયોગ થયો હોવાના આધારે કોર્પોરેશનના નક્કી કરાયેલા દૈનિક ભાડાના દર મુજબ અંદાજે 7 કરોડ 50 લાખ રૂપિયાથી વધુની વસૂલાતનો પ્રશ્ન ઊભો થાય છે.

અહીં સવાલ માત્ર 7.50 કરોડનો નથી. સવાલ એ છે કે કોર્પોરેશને પોતે કોઈ હિસાબ કર્યો છે કે નહીં? જો જાહેર જમીનનો ઉપયોગ થયો હોય તો ભાડું વસૂલાયું? લીઝ ચાર્જ લેવામાં આવ્યા? દંડ ફટકારાયો? પેનલ્ટી વસૂલાઈ? કે પછી વર્ષો સુધી કોઈ રકમ લીધા વિના જાહેર મિલકતનો ઉપયોગ થતો રહ્યો?
જાહેર જમીન પર દબાણ થાય અને તંત્ર વર્ષો સુધી ચૂપ રહે, પછી હરાજીની પ્રક્રિયા શરૂ થાય અને વિવાદ ઊભો થતાં કોર્ટના ઓર્ડરની રાહ જોવાનો જવાબ આપવામાં આવે, તો જાહેર સંપત્તિની સુરક્ષા કોણ કરી રહ્યું છે?
આ મામલે કોર્ટનો હુકમ હજુ મળ્યો નથી. કોર્ટનો હુકમ મળ્યા બાદ અભ્યાસ કરીને કાર્યવાહી કરાશે.
સુરેશ તુવર, અધિકારી, કોર્પોરેશન

Reporter: admin