શ્રીલંકા : એક હિન્દુ ધાર્મિક ઉત્સવ દરમિયાન અફરા-તફરી મચી ગઈ હતી. જ્યારે જનમેદની માં એક હાથી આવી પહોંચ્યો હતો.
આ ભાગાદોડીને કારણે ઘટનાસ્થળ પર 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં. શ્રીલંકા ની પોલીસ દ્વારા આ ઘટનાની માહિતી આપવામાં આવી છે. તે ઉપરાંત આ ઘટનાનો સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો છે.સોશિયલ મીડિયામાં જાહેર થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે જનસેલાબમાં હાથી બેકાબૂ થાય છે.
તેના કારણે લોકમાં અફરા-તફરી મચી પડી છે. તે ઉપરાંત આ હાથી ને કાબૂમાં લેવા માટે તેના માલિક હાથી ની પૂંછડી પકડે છે, પણ હાથી કાબૂમાં આવતો નથી. તો બીજી તરફ લોકો હાથી ના ભયના કારણે રસ્તા પર ભાગદોડ કરી રહ્યા છે. જોકે આ હાથી ને સંપૂર્ણ શરીરને ભાતીગર વસ્ત્રો દ્વારા શણગારમાં આવ્યો હતો.
Reporter: News Plus