News Portal...

Breaking News :

વકફ સુધારો બિલની તરફેણમાં 128 વોટ વિરોધમાં 95 સભ્યોએ વોટિંગ કર્યું

2025-04-04 09:47:59
વકફ સુધારો બિલની તરફેણમાં 128 વોટ વિરોધમાં 95 સભ્યોએ  વોટિંગ કર્યું


ભાજપ મુસ્લિમોની વાતો કરે છે, પરંતુ તેમની પાંચ યોજના બંધ કરી દીધી:ખડગે
દિલ્હી : વક્ફ સુધારા બિલ 2025 ને લોકસભામાં મંજૂરી મળ્યા બાદ આખરે મોડી રાતે લાંબી ચર્ચા બાદ રાજ્યસભામાં પણ પાસ કરી દેવામાં આવ્યું. 


બિલની તરફેણમાં 128 વોટ જ્યારે  95 સભ્યોએ વિરોધમાં વોટિંગ કર્યું હતું. વક્ફ સુધારા કાયદો બનવા માટે હવે એક જ ડગલું રહી ગયું છે. આ બિલને હવે રાષ્ટ્રપતિને મોકલાશે જ્યાંથી મંજૂરી મળતાં જ વક્ફ કાયદો બની જશે. વિપક્ષ અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વક્ફ સુધારા બિલ મુસ્લિમ વિરોધી હોવા અંગે આખા દેશમાં ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, આ બિલ ગુરુવારે રાજ્યસભામાં પણ મોડી રાતે પસાર થઈ ગયું હતું. લોકસભામાં લગભગ 14 કલાક  લાંબી ચર્ચા પછી આ બિલ પસાર થઈ ગયું હતું. એ જ રીતે રાજ્યસભામાં ગુરુવારે આ બિલ પર મોડી રાત સુધી મેરેથોન ચર્ચા ચાલી હતી. 


વિપક્ષે આ બિલના સુધારાને મુસ્લિમ વિરોધી ગણાવ્યા હતા જ્યારે કેન્દ્ર સરકારે વક્ફ બોર્ડના કામકાજમાં  પારદર્શિતા અને જવાબદારી લાવવાના આશયથી બિલમાં સુધારા કરાયા હોવાનો દાવો કર્યો હતો. રાજ્યસભામાં પસાર થવાની સાથે આ બિલને મંજૂરી માટે હવે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલાશે. ત્યાર પછી આ બિલ કાયદો બની જશે.બજેટ સત્ર શુક્રવારે પૂરું થવાનું છે ત્યારે તેના આગલા દિવસે ગુરુવારે લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વક્ફ સુધારા બિલ બપોરે 1 વાગ્યે રાજ્યસભામાં રજૂ કર્યું હતું. આ બિલ રજૂ કરતા તેમણે કહ્યું કે વ્યાપક ચર્ચા પછી તૈયાર કરાયેલા બિલને જેપીસી પાસે મોકલાયું હતું. વક્ફ અંગે જેપીસીએ જેટલું કામ કર્યું, તેટલું કામ કોઈપણ કમિટિએ કર્યું નથી. આ બિલમાં જે ફેરફારો થયા છે તે પારદર્શિતા, જવાબદારી અને એક્યુરસીને ધ્યાનમાં રાખી કરાયા છે. અમે કોઈની ધાર્મિક ભાવનાને નુકસાન પહોંચાડવા માગતા નથી.

Reporter: admin

Related Post