News Portal...

Breaking News :

બ્રિટનમાં તેલંગાણાના યુવકનું શંકાસ્પદ મોત, બર્ પાર્ટીમાં ગયો હતો; પરિવારે મૃતદેહ ભારત લાવવાની કરી અપીલ

2026-06-28 17:12:19
બ્રિટનમાં તેલંગાણાના યુવકનું શંકાસ્પદ મોત, બર્ પાર્ટીમાં ગયો હતો; પરિવારે મૃતદેહ ભારત લાવવાની કરી અપીલ

તેલંગાણાના કામારેડ્ડી જિલ્લાના 25 વર્ષીય વિદ્યાર્થી શ્રીનાથ રેડ્ડીનું બ્રિટનમાં શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. શ્રીનાથ લગભગ 14 મહિના પહેલા ઉચ્ચ અભ્યાસ માટે બ્રિટન ગયા હતા અને લેસેસ્ટર સ્થિત ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યા હતા.


પરિવારના જણાવ્યા મુજબ, 22 જૂનની રાત્રે શ્રીનાથે પરિવાર સાથે ફોન પર વાત કરી હતી અને તે સમયે બધું સામાન્ય હતું. ત્યારબાદ તેઓ પોતાના મિત્રોના બર્થડે પાર્ટીમાં હાજરી આપવા માટે ગયા હતા.

માહિતી મુજબ, 23 જૂનની સવારે તેમના રૂમમેટે તેમને રૂમમાં મૃત હાલતમાં જોયા હતા. રૂમમેટે મિત્રોને જણાવ્યું હતું કે શ્રીનાથે કથિત રીતે આત્મહત્યા કરી હોવાનું જણાઈ રહ્યું છે. જોકે, તેમના મોતના સાચા કારણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

શ્રીનાથના પિતા મધુસૂદન રેડ્ડીએ કેન્દ્ર સરકાર અને તેલંગાણા સરકારને તેમના પુત્રનો મૃતદેહ વહેલી તકે ભારત લાવવામાં મદદ કરવાની અપીલ કરી છે. બીજી તરફ, બ્રિટનના અધિકારીઓ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

Reporter: admin

Related Post