વડોદરા ગ્રામ્ય પોલીસે પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરાયેલા ₹1.23 કરોડથી વધુ કિંમતના વિદેશી દારૂના જથ્થાનો કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નાશ કર્યો છે. કરજણ અને વલણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલી કુલ 24,210 દારૂની બોટલો, જેની કિંમત ₹1,23,18,303 થાય છે, તેને રોડ રોલર ફેરવી નષ્ટ કરવામાં આવી હતી.
પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલની સૂચના તેમજ ડીવાયએસપી પી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરાઈ હતી. સક્ષમ ન્યાયાધીશની મંજૂરી બાદ બામણગામ પાસે મોડર્ન પેટ્રોફિલ્સની ખુલ્લી જગ્યામાં જપ્ત દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
આ કામગીરી દરમિયાન કરજણના એસડીએમ શિવમ બારિયા, ડીવાયએસપી પી.એન. પટેલ, નશાબંધી વિભાગના ઇન્સ્પેક્ટર, કરજણ પી.આઈ. બી.એમ. પટેલ તથા વલણ પી.આઈ. પી.ટી. ચૌધરી સહિતના અધિકારીઓ અને પંચો હાજર રહ્યા હતા. રાજ્યમાં દારૂબંધી કાયદાનો કડક અમલ જાળવવા આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે તેમ પોલીસ દ્વારા જણાવાયું હતું.
Reporter:







