ગોત્રી હરિનગર બ્રિજ નીચે પીવાના પાણીની મુખ્ય લાઇન તૂટી જતા વિસ્તારમાં ફરી એકવાર પાણીનો મોટાપાયે વેડફાટ થયો છે. લાઇન ફાટતા હજારો લિટર શુદ્ધ પાણી રસ્તા પર વહેવા લાગ્યું, જેના કારણે આસપાસના માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
સ્થાનિકોએ પાલિકા તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે આ વિસ્તારમાં આવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી.
પાણી જેવી અમૂલ્ય સંપત્તિનો વેડફાટ રોકવા માટે તાત્કાલિક સમારકામ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
Reporter: admin







