News Portal...

Breaking News :

ઈલોન મસ્કે પોતાનું નામ બદલ્યું : નામ બદલીને કેકિસ મેક્ઝીમસ રાખ્યું

2025-01-01 09:42:09
ઈલોન મસ્કે પોતાનું નામ બદલ્યું : નામ બદલીને કેકિસ મેક્ઝીમસ રાખ્યું


મુંબઈ : ચર્ચામાં રહેતા ઈલોન મસ્કો પોતાનું નામ બદલી ફરી આખી દુનિયાને ચોંકાવ દીધા છે અને તેમણે કરેલી જાહેરાત બાદ ક્રિપ્ટો જગતમાં ઉથલપાથલ શરુ થઈ ગઈ છે. 


વાસ્તવમાં મસ્કે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાનું નામ બદલીને "કેકિસ મેક્ઝીમસ'’ રાખી દીધું છે. જેના કારણે તેમના કરોડો યુઝર્સો અસમંજસમાં મુકાઈ ગા છે. મસ્કના નિર્ણયની અસર માત્ર સોશિયલ મિીડિયામાં જ નહીં, ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પણ જોવા મળી રહી છે.વાસ્તવમાં Kekius Maximusનું નામ ઈન્ટરનેટ કલ્ચર અને મીમ્સ પ્રેરિત છે. આ નામ બે જુદા જુદા સંદર્ભને જોડે છે. પ્રથમ સંદર્ભ Pepe the Frog છે, જે એક લોકપ્રિય ઈન્ટરનેટ મીમ છે અને તે હાસ્ય અને વ્યંગનું પ્રતીક છે. 


જ્યારે બીજો સંદર્ભ Gladiator છે, જેનો ફિલ્મમાં મેક્સિમમ કેરેન્ટર તરીકે ઉપયોગ થાય છે, તે તાકાત અને પ્રભાવનું પણ પ્રતિક છે. આ ઉપરાંત ‘KEKIUS’ નામનું ક્રિપ્ટો ટોકન પણ છે, જે Ethereum અને Solana જેવા બ્લોકચેન પ્લેટફોર્મ પર ચાલે છે.રિપોર્ટ મુજબ મસ્ક નામ બદલ્યાના થોડાંક કલાકમાં KEKIUS ટોકનના કિંમત આસમાને પહોંચી ગઈ છે. CoinGeckoના રિપોર્ટ મુજબ KEKIUSનું વર્તમાન માર્કેટ કેપિટલાઈઝેશન 85 મિલિયન ડૉલરથીવધુ છે.  31 ડિસેમ્બર-2024ના રોજ ટોકનની કિંમત 0.09274 ડૉલર પર પહોંચી ગઈ હતી. મસ્કે Kekius Maximus નામને લગતા અનેક મીમ્સ અને પોસ્ટ શેર કરી છે.

Reporter:

Related Post