દિલ્હી : પોલીસે 500 કરોડ રુપિયાના કૌભાંડની એપ્લિકેશન આધારિત કૌભાંડમાં યુ-ટ્યુબર એલ્વિશ યાદવ અને કોમેડિયન ભારતી સિંહ સહિત અન્ય ત્રણ જણને પોલીસે સમન્સ પાઠવ્યા છે. પોલીસને 500થી વધુ ફરિયાદ મળી છે, જેમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સ અને યુટ્યુબર્સે પોતાના પેજ પર હાઈબોક્સ મોબાઈલ એપ્લિકેશનનો પ્રચાર કર્યો અને લોકોને એપ્લિકેશન મારફત રોકાણ કરવા માટે લલચાવ્યા હતા.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના આઈએફએસ યુનિટે એક ગેંગનો પર્દાફાશ કર્યો છે જે હાઈબોક્સ એપ્લિકેશન દ્વારા ગેરેન્ટેડ વળતર આપવાની બાંયધરી આપી રોકાણકારોને છેતરતી હતી. આઈએફએસ ટીમ દ્વારા આ હાઈબોક્સ કૌભાંડ સંબંધિત બે કેસની તપાસ કરવામાં આવી રહી છે. હાઈબોક્સ એપ્લિકેશન કેસમાં પોલીસને અત્યાર સુધીમાં ૧૫૧ ફરિયાદ મળી હતી. જેના પર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી છે અને તેના ૪ બેંક ખાતા જપ્ત કર્યા છે, આ ખાતાઓમાં ૧૮ કરોડ રૂપિયા જમા હતા.
પકડાયેલ આરોપી આ મોબાઈલ એપ દ્વારા રોકાણકારોને દરરોજ એકથી પાંચ ટકા વ્યાજની લાલચ આપીને ફસાવતો હતો.
વાસ્તવમાં, ૧૬ ઓગસ્ટના રોજ, ૨૯ અલગ-અલગ પીડિતોએ દિલ્હી પોલીસના આઇએફએસઓ યુનિટને ફરિયાદ કરી હતી, જેમાં તેઓએ આરોપ લગાવ્યો હતો કે હાઈબોક્સ એપ દ્વારા દરરોજ ૧ ટકાથી ૫ ટકા અને ૩૦ ટકાથી ૯૦ ટકા માસિક રિટર્ન આપવાનું વચન આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જે બાદ દિલ્હી પોલીસે તેની તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે આરોપી લોકોને આકર્ષવા માટે ઘણી સેલિબ્રિટીઝ પાસે એપની જાહેરાત કરાવતો હતો, તેમાં સૌરવ જોશી, અભિષેક મલ્હાન ઉર્ફે ફુકરા ઇન્સાન, પુરવ ઝા, એલ્વિશ યાદવ, રિયા ચક્રવર્તી, ભારતી સિંહ (કોમેડિયન), હર્ષ લિમ્બાચિયા , લક્ષ્ય ચૌધરી, આદર્શ સિંહ, અમિત ઉર્ફે ક્રેઝી એક્સવાયઝેડ અને દિલરાજ સિંહ રાવત ઉર્ફ હેકરનો સમાવેશ થાય છે.
Reporter: admin