News Portal...

Breaking News :

ખિસકોલી સર્કલ પાસે ખાનગી બસની અડફેટે યુવકનું મોત

2025-05-05 09:38:46
ખિસકોલી સર્કલ પાસે ખાનગી બસની અડફેટે યુવકનું મોત


વડોદરામાં ખાનગી બસની અડફેટે બુલેટ ચાલક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હોવાની ઘટના સામે આવી છે. જે બાદ યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. 


ત્યાંથી યુવકને અન્યત્રે શિફ્ટ કરવામાં આવ્યો હતો. જ્યાં તબિબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે. હાલ આ મામલે અટલાદરા પોલીસ મથકમાં અજાણ્યા બસ ચાલક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અટલાદરા પોલીસ મથકમાં ધર્મેશભાઇ બાબુભાઇ પરમારે જણાવ્યું કે, તે જ્યુપિટર ચાર રસ્તા પાસે ગેરેજ ચલાવીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. તેઓ ઘરે હાજર હતા. 


તેવામાં રાત્રે દોઢ વાગ્યે તેમના મોટા પપ્પાની દિકરીનો ફોન આવ્યો હતો. અને તેણે રડતા જણાવ્યું કે, માનવ પોતાના કામ અર્થે બુલેટ લઇને ગયો હતો. તેનો ખીસકોલી સર્કલ પાસે અકસ્માત થયો છે. અને ડોક્ટરોએ તેની હાલત ગંભીર હોવાનું જણાવ્યું છે. બાદમાં ડોક્ટરોએ ગંભીર ઇજાગ્રસ્તને અન્ય ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યો હતો. બાદમાં તેને અન્યત્ર લઇ જવામાં આવ્યો હતો. ત્યાં તબિબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

Reporter: admin

Related Post