News Portal...

Breaking News :

વડોદરા ST ડેપો પરથી યુવકને 9 કિલો ગાંજા સાથે ઝડપી પાડયો

2025-03-21 15:49:35
વડોદરા ST ડેપો પરથી યુવકને  9 કિલો ગાંજા સાથે ઝડપી પાડયો


વડોદરા  : એસટી ડેપો પરથી ગઈકાલે સાંજે પોલીસે એક યુવકને 9 કિલો ગાંજા સાથે ઝડપી પાડી સપ્લાયર તેમજ અન્ય એક વચેટીયાની તપાસ હાથ ધરી છે. 


વડોદરા પોલીસની ટીમો દ્વારા જુદી જુદી જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તે દરમિયાન વડોદરા એસટી બસ ડેપો પર એક યુવક પાસેનો થેલો પોલીસે ચેક કરતા અંદરથી વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ક્રાઇમ સિનિયર ઓફિસર તેમજ ફોરેન્સિકની ટીમોને બોલાવી લીધી હતી. પોલીસે પકડેલા ગાંજાનું વજન 9 કિલોથી વધુ અને કિંમત રૂ,92,000 જેટલી થાય છે. 


પોલીસે રોકડા રૂ.500 તેમજ એક મોબાઇલ પણ કબજે કર્યો હતો.પૂછપરછ દરમિયાન કેરિયરનું નામ લાલજી રામચંદ્ર માંઝી (હાલ રહે-કતારગામ સુરત, મૂળ-બિહાર) હોવાનું ખુલ્યું હતું. ગાંજાનો જથ્થો અમદાવાદના સોનુ સિંઘ યુનુસિંઘે મોકલ્યો હોવાનું તેમજ એક બાઈક ચાલક પણ મદદમાં રહ્યો હોવાની વિગત બહાર આવતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.

Reporter: admin

Related Post